Gujarati News

Gujarati News

News of Tuesday, 20th March 2018

મહુધાના કપરૂપુરમાં વાંસ પ્રોજેક્ટમાં ભ્રષ્ટ્રાચાર:સરપંચ અને તલાટીએ 1,81 લાખ વાંસના વેચાણમાં કર્યું કૌભાંડ

નંગ દીઠ 115 રૂપિયે વેચવાને બદલે 1 ટનના 1200 રૂપિયા લેખે વેચી માર્યા ;સરકારી તિજોરીને મોટું નુકશાન

 

મહુધાતાલુકાના કપરુપૂર ગામના વાંસ પ્રોજેક્ટમાં ભ્રષ્ટાચાર બહાર આવ્યો છે વર્ષ 2013માં સરકારનો રાષ્ટ્રીય એવોર્ડ મેળવનાર વાંસ પ્રોજેક્ટ હેઠળ ઉત્પાદિત થયેલા વાંસના વેચાણમાં સરપંચ અને તલાટીએ નિયમોને નેવે મૂકીને વેચાણ કરતા સરકારી તિજોરીને મોટું નુકસાન થયું છે.

  એક લાખ એક્યાશી હજાર નંગ વાંસ સરપંચ અને તલાટીએ નંગ દીઠ 115 રૂપિયે વેચવાને બદલે 1 ટનના 1200 રૂપિયા લેખે વેચી માર્યા હતા. જેના કારણે સરકારે નક્કી રેલી અપસેટ કિંમત એકાવન લાખ છન્નું હજાર એકસો સાંઈઠ ઉપજવાના બદલે ઓછા રૂપિયા ઉપજ્યા હતા.

    ઉપરાંત સરપંચે મંજૂરી હોવા છતાં સોળ હજાર ત્રણસો સાવન વાંસ પણ વેચી માર્યા હતા. જેનો પોતે આર્થિક લાભ મેળવ્યો હતો. સમગ્ર કૌભાંડ મામલે ફરિયાદ દાખલ થયા બાદ મહુધા પોલીસે તપાસ હાથ ધરી છે.

(11:05 pm IST)