Gujarati News

Gujarati News

News of Tuesday, 20th March 2018

અમદાવાદ શહેરમાં ગરમીના પ્રમાણમાં આંશિક વધારો થયો

અમદાવાદમાં પારો વધીને ૩૫.૧ ડિગ્રી થયોઃ સૌરાષ્ટ્ર તેમજ કચ્છના જુદા જુદા ભાગોમાં પારો ૩૬થી ઉપર પહોંચ્યો : તાપમાનમાં વધુ ફેરફાર હાલ નહીં થાય

અમદાવાદ,તા. ૨૦ : આગામી બે ત્રણ દિવસ સુધી લઘુત્તમ-મહત્તમ તાપમાનમાં કોઇ ફેરફાર નહીં થવાની આગાહી વચ્ચે અમદાવાદ સહિત રાજ્યભરમાં ગરમીના પ્રમાણમાં ઉતારચઢાવની સ્થિતિ જોવા મળી રહી છે. અમદાવાદમાં પારો ગઇકાલની સરખામણીમાં આજે વધ્યો હતો અને પારો ૩૫.૧ સુધી પહોંચ્યો હતો. રાજ્યના કેટલાક ભાગોમાં પારો ૩૬થી ઉપર રહ્યો હતો જેમાં અમરેલીમાં ૩૬.૬, વડોદરામાં ૩૬, કંડલા એરપોર્ટમાં ૩૬.૫, મહુવામાં ૩૬.૨ અને સુરેન્દ્રનગરમાં ૩૬.૩ ડિગ્રી સુધી પારો રહ્યો હતો. અમદાવાદ સહિત રાજ્યભરમાં લઘુત્તમ તાપમાનમાં ફેરફાર થવાના કારણે હવે ઇન્ફેક્શન સબંધિત બિમારીનો ખતરો પણ તોળાઈ રહ્યો છે. એકબાજુ પાણીની તકલીફ પહેલાથી જ અનુભવાઈ રહી છે ત્યારે આ વખતે ગરમી વધુ વધવાના સંકેત દેખાઈ રહ્યા છે. અમદાવાદ માટેની સ્થાનિક આગાહીમાં જણાવવામાં આવ્યું છે કે, અમદાવાદ શહેરમાં આવતીકાલે મંગળવારના દિવસે ગરમીનું પ્રમાણ વધી શકે છે અને પારો ૩૬ સુધી રહી શકે છે. આગામી બે દિવસ દરમિયાન મહત્તમ અને લઘુત્તમ તાપમાનમાં કોઇ ફેરફાર થવાની શક્યતા નહીવત દેખાઈ રહી છે. તમામ જગ્યાઓ ઉપર હવે પંખા અને એસીનો ઉપયોગ થવા લાગી ગયો છે. હાલમાં નિચલી સપાટી પર ઉત્તર-પશ્વિમી પવનો ફુકાઈ રહ્યા છે. ગયા વર્ષની જેમ આ વર્ષે પણ તીવ્ર ગરમીનો અનુભવ થવાની શક્યતા જાણકાર લોકો વ્યક્ત કરી રહ્યા છે. બપોરે ગરમીનો અનુભવ થઇ રહ્યો છે. આજે અમદાવાદમાં પારો વધીને ૩૫.૧ ડિગ્રી સુધી પહોંચ્યો હતો. રાજ્યના અનેક ભાગોમાં પારો આજે વધ્યો હતો. મહત્તમ તાપમાનમાં વધારો થયો હતો. સૌથી વધુ ગરમીનો અનુભવ અમરેલીમાં થયો હતો જ્યાં પારો ૩૬.૬ સુધી પહોંચ્યો હતો. લોકો વધતા જાતા તાપમાન કારણે પરેશાન થયેલા છે ત્યારે આજે મહત્તમ તાપમાનમાં વધારો નોંધાયો હતો. આવતીકાલે અમદાવાદમાં પારો ૩૬ની આસપાસ રહી શકે છે. હાલમાં બે ત્રણ દિવસ સુધી મહત્તમ અને લઘુત્તમ તાપમાનમાં ફેરફાર થવાની શક્યતા ઓછી દેખાઈ રહી છે. આજે વડોદરામાં પારો ૩૬ સુધી પહોંચ્યો હતો જ્યારે નલિયામાં ૩૦.૮, ભુજમાં ૩૫.૬, અમરેલીમાં ૩૬.૬ ડિગ્રી તાપમાન રહ્યું હતું. ગાંધીનગરમાં આજે પારો મહત્તમ તાપમાનમાં ૩૫ ડિગ્રી રહ્યું હતું. ગરમીની શરૂઆત થઈ ચુકી છે. અમદાવાદમાં મિશ્ર સિઝનમાં મચ્છરજન્ય અને પાણીજન્ય રોગના કેસોમાં વધારો થયો છે.

(10:51 pm IST)