Gujarati News

Gujarati News

News of Tuesday, 20th March 2018

જીટીયુમાં ચોરીના સંદર્ભે ૩૦૬ વિદ્યાર્થઓને સજા

જુદી જુદી પરીક્ષામાં ઝડપાયા

અમદાવાદ,તા. ૨૦ : ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીએ જુદી જુદી પરીક્ષામાં ચોરી કરતા પકડાઈ ગયેલા ૩૦૬ વિદ્યાર્થીઓને સજા કરી દેવામાં આવી છે. ચોરીના કેસમાં આરોપી જાહેર થયેલા ૩૧૯ વિદ્યાર્થીઓ માટે ચુકાદાની જાહેરાત કરવામાં આવી હતી જે પૈકી ૧૩ વિદ્યાર્થીઓને નિર્દોષ છોડવામાં આવ્યા હતા. ૧૮ વિદ્યાર્થીઓ જે પરીક્ષામાં ચોરી કરી રહ્યા હતા તેમાં ફેઇલ થયા છે. ૧૨૪ વિદ્યાર્થીઓ સેમેસ્ટર પરીક્ષામાં નાપાસ જાહેર કરાયા છે. ૧૬૨ને સેમિસ્ટરમાં નાપાસ જાહેર કરાયા છે અને તેમને આગામી સેમિસ્ટર પરીક્ષામાં બેસવાથી રોકી દેવામાં આવ્યા છે. પરીક્ષા સમિતિની બેઠક ફેબ્રુઆરી અને માર્ચ મહિનામાં મળી હતી જેમાં દરેક વિદ્યાર્થીઓના મામલે તપાસ કરવામાં આવી હતી. બીજી બાજુ એબીવીપી દ્વારા રજૂઆત કરવામાં આવ્યા બાદ ગુજરાત યુનિવર્સિટીએ છ દિવસ સુધી ફાઈનલ સેમિસ્ટર ફાઇનલ પરીક્ષા મોકૂફ કરી દીધી છે. મૂળભૂતરીતે આ પરીક્ષા ૧૦મી એપ્રિલના દિવસે શરૂ થનાર હતી જે હવે ૧૬મી એપ્રિલના દિવસે શરૂ થશે. સુત્રોએ કહ્યું છે કે, વીસી અને રજિસ્ટ્રાર કેમ્પસથી બહાર છે જેથી ઘરેથી નિર્ણય લેવાયો છે.

(8:16 pm IST)