Gujarati News

Gujarati News

News of Tuesday, 20th March 2018

ગુજરાત વિધાનસભામાં સ્‍પીકર વિરૂદ્ધ મુકાયેલ અવિશ્વાસની દરખાસ્ત નામંજૂર

ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભામાં સ્‍પીકર વિરૂદ્ધ વિપક્ષે સરકાર સામે અવિશ્વાસનો પ્રસ્તાવ લાવવાની દરખાસ્ત આજે મૂકી હતી. જે નામંજૂર કરવામાં આવી છે. ગુજરાત રાજ્યની વિધાનસભાનું પ્રથમ સત્ર શરૂઆતથી જ તોફાની બન્યું છે. જેના પુરાવારૂપે ગત સપ્તાહે જ લોકશાહીનું મંદિર ગણાતા વિધાનસભા ગૃહમાં તોડફોડ અને મારામારીના વરવાં દ્રશ્યો સર્જાયા હતા.

જેના પગલે ત્રણ કોંગ્રેસી ધારાસભ્યોને એક થી ત્રણ વર્ષ માટે સસ્પેન્ડ કરાયા હતા. સામા પક્ષે કોગ્રેસ દ્વારા અધ્યક્ષ વિરોધ પક્ષનાં મુદ્દાને ધ્યાને ન લેતા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો. એટલું જ નહીં કોંગ્રેસ દ્વારા અધ્યક્ષ સામે અવિશ્વાસનો પ્રસ્તાવ મુકાયો હતો. દરમિયાન આજે વિધાનસભાની કાર્યવાહીના પ્રારંભે વિરોધપક્ષે અવિશ્વાસની દરખાસ્ત મુકતા તેને નામંજૂર કરવામાં આવી હતી. બીજી તરફ કોંગ્રેસના ધારાસભ્ય અશ્વિન કોટવાલ દ્વારા તેમના વિસ્તારના બાળકોના આકસ્મિક મોત મુદ્દે સરકાર પાસેથી સહાયની માગ કરવામાં આવી હતી. અન્યથા તેઓ ધરણા કરશે તેવી ચીમકી આપી હતી. દરમિયાન મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ તમામ 8 મૃતક વિદ્યાર્થી દીઠ 4-4 લાખ રૂપિયાની સહાય જાહેર કરતાં ધરણાં મોકૂફ રહ્યા હતા.

જોકે રાજકીય વર્તુળોમાં ચર્ચા છેકે મોદી સરકાર તેમજ ગુજરાત સરકારને લોકસભાનીચૂંટણી પહેલાનું આ વર્ષ ઘણું ભારે પડશે. કેન્દ્રમાં તો ભાજપને વિપક્ષ ચોતરફથી ઘેરી રહ્યો છે અને તેમાં હવે શિવસેના જેવા પક્ષોનો સહકાર પણ મળતો જોવા મળી રહ્યો છે. વળી શિવસેનાએ મુંબઇમાં પણ ગુજરાતીઓનો મુદ્દો ઉઠાવીને પતાની મરાઠી વોટબેંક સાચવવાની કોશિશ કરી છે ત્યારે હવે ભાજપન ગઢ ગુજરાતમાં આ ચાલુ સત્ર દરમિયાન કેવી કામગીરી થાય છે તે જોવું રહ્યું. ઉલ્લેખનીય છે કે થોડા દિવસ અગાઉજ વિધાનસભામાં વિક્રમ માડમ, જગદીશ પંચાલ અને અ ન્યએ ભારે હોબાળો મચાવ્યો હતો. ત્યાર બાદ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કોંગ્રેસના દોષિત ધારાસભ્યોને 3 વર્ષ માટે સસ્પેન્ડ કરવાની દરખાસ્ત મૂકી હતી. અને ભૂપેન્દ્ર સિંહ ચૂડાસમાએ તેમને ટોકો આપ્યો હતો ત્યાર પછી અધ્યક્ષે પ્રતાપ દૂધાત અને અમરીશ ડેરને 3 વર્ષ માટે સસ્પેન્ડ કર્યા હતા, જ્યારે કે કોંગ્રેસના અન્ય ધારાસભ્ય બળદેવ ઠાકોરને 1 વર્ષ માટે સસ્પેન્ડ કરાયા હતા.

(7:56 pm IST)