Gujarati News

Gujarati News

News of Tuesday, 20th March 2018

અંકલેશ્વરમાં ગેસના સિલીન્ડરના ગોડાઉનમાં આગઃ ભારે જહેમત બાદ ફાયરબ્રિગેડે કાબુ મેળવ્યો

અંકલેશ્વરઃ અંકલેશ્વરના મીરાનગર ખાતે આવેલા ગેસ સિલિન્ડરના ગોડાઉનમાં એકાએક આગ લાગતા આસપાસનો વિસ્તાર ખાલી કરાવાયો હતો. આગ વધું ન પ્રસરે તે માટે પ્રયાસો કરવામાં આવ્યા હતા. આગને હોલવવા માટે પણ ભારે દોડધામ મચાવી દેવામાં આવી હતી. આ મામલે ફાયરબ્રિગેડને જાણ કરાતા, ફાયર ફાઈટરો દોડાવવામાં આવ્યા હતા. ભારે જહેમત બાદ ફાયર બ્રિગેડે આગ પર કાબૂ મેળવ્યો હતો.

(7:55 pm IST)