Gujarati News

Gujarati News

News of Tuesday, 20th March 2018

હિંમતનગર માર્કેટીંગયાર્ડમાં ઘઉંના ટેકાના ભાવ ઓછા મળતા ખેડૂતોનો હોબાળોઃ યાર્ડના દરવાજા બંધ કરી દીધા

હિંમતનગરઃ હિમતનગર માર્કેટયાર્ડમા ખેડુતોએ હોબાળો મચાવ્યો છે. ઘઉંના ટેકાના ભાવને લઈને હોબાળો થયો છે. ખેડૂતોએ માર્કેટ યાર્ડના દરવાજા બંધ કર્યા છે. સરકારે નિયત કરેલા‌ 347ના ભાવ કરતા પણ ઓછા ભાવે હરાજી શરૂ કરાતા ખેડૂતો રોષે ભરાયા હતા. રોષે ભરાયેલા ખેડૂતોએ હરાજી અટકાવી હતી. મામલો ગરમાતા પોલીસ પણ માર્કેટ યાર્ડ પહોંચી હતી. માર્કેટયાર્ડના ચેરમેન ગેરહાજર હોવાથી રજૂઆત કરવા ગયેલા ખેડૂતોએ ઉશ્કેરાઈને માર્કેટ યાર્ડના દરવાજા બંધ કરી દીધા હતા. માર્કેટયાર્ડના મેનેજરે ખેડૂતોની માંગણી ગેરવ્યાજબી ગણાવી. તો સીસીઆઈના મેનેજરે ટેકાના ભાવે વઘુ ખરીદવાની તૈયારી બાતાવી છે. ત્યારે હવે હજુ પણ જો ભાવ નહીં મળે તો હાઈવે પર ટ્રેક્ટર ખડકી દઈને ચક્કાજામ કરવાની ખેડૂતોએ ચીમકી ઉચ્ચારી છે.

(7:54 pm IST)