Gujarati News

Gujarati News

News of Tuesday, 20th March 2018

અમદાવાદી પક્ષીઓના ઘરો બનાવવાના કાર્યમાં વ્યસ્ત છે

વર્લ્ડ સ્પેરો ડેની અમદાવાદ સહિત રાજ્યમાં ઉજવણી : શહેરીકરણના લીધે પક્ષીઓની જાતિઓ લુપ્ત થઇ રહ છે ત્યારે આ વ્યક્તિ પક્ષીઓના રક્ષણ માટે માળા બનાવે છે

અમદાવાદ, તા. ૨૦ : આજે દુનિયાના જુદા જુદા ભાગોમાં વર્લ્ડ સ્પેરો ડેની ઉજવણી કરવામાં આવી હતી. વિશ્વના જુદા જુદા ભાગોમાં વર્ષ ૨૦૧૦માં પ્રથમ વર્લ્ડ સ્પેરો ડેની ઉજવમી કરવામાં આવી હતી. આ દિવસે જુદા જુદા કાર્યક્રમનુ આયોજન કરવામાં આવે છે. આજે પણ પર્યાવરણ સાથે જોડાયેલા લોકો દ્વારા જુદા જુદા કાર્યક્રમ યોજવામાં આવ્યા હતા. આ દિવસે સ્પર્ધા, જાગૃતિ કાર્યક્રમનુ આયોજન કરવામાં આવે છે. પર્યાવરણના નિસ્વાર્થ જતનને પણ ધ્યાનમાં લેવામાં આવે તે જરૂરી છે. ગુજરાતમાં અને અમદાવાદમાં પણ વર્લ્ડ સ્પેરો ડેને લઇને જુદા જુદા કાર્યક્રમ થતા રહે છે. ૨૦મી માર્ચ ૨૦૧૧ના દિવેસ અમદાવાદમાં પ્રથમ સ્પેરો એવોર્ડની જાહેરાત કરવામાં આવી હતી. આજે વર્લ્ડ સ્પેરો ડે છે ત્યારે એક અમદાવાદ પણ પક્ષીઓના રહેઠાણની વ્યવસ્થા કરે છે. શહેરના કોંક્રિટના વન્યમાં હવે ચકલી, બુલબુલ સુગરી અને અન્ય પક્ષીઓ ક્યાંક લુપ્ત થઇ ગયા છે. શહેરીકરણના કારણે પક્ષીઓના રહેઠાણ નાશ પામી રહ્યા છે. જેના કારણે પક્ષીઓ હવે ઓછા જોવા મળે છે. પક્ષીઓ હવે લુપ્ત થઇ રહ્યા છે ત્યારે અમદાવાદ શહેરમાં વાડજ વિસ્તારમાં રહેતા અને કુંભાર કામ કરનાર દામજીબાઇ પ્રજાપતિ છેલ્લા કેટલાક વર્ષોથી પક્ષીઓના રહેઠાણની વ્યવસ્થા કરવામાં આગળ આવ્યા છે. પક્ષીઓ પ્રત્યે તેમના પ્રેમના કારણે તેઓ આ પ્રવૃતિ સાથે છેલ્લા કેટલાક વર્ષોથી જોડાયેલા છે. પક્ષઓ પ્રત્યે ખાસ પ્રેમના કારણે તેઓ વિશેષ પ્રકારના માળા બનાવે છે. માળા તો માટીની જ હોય છે પરંતુ ૭૦૦-૮૦૦ ડિગ્રી વચ્ચે તપાવવામાં આવેલા આ માળામાં પક્ષીઓને તમામ સિઝનમાં પુરતુ રક્ષણ મળે છે. શિયાળો, ઇનાળો અને  ચોમાસાની સિઝનમાં પક્ષીઓને રક્ષણ મળે છે. દામજીભાઇ રોજગારી મેળવવા માટેનુ કાર્ય કુંભારીકામ છે, પરંતુ પક્ષીઓમાટેનો ચેઓના પ્રેમના કારણે તેઓ આ કાર્ય સાથે લાંબા સમયથી જોડાયેલા છે. દામજભાઇ હજુ સુધી અમદાવાદ શહેરના જુદા જુદા વિસ્તારોમાં આવેલી સોસાયટઓ, ગાર્ડનમાં માળા મુકાવ્યા છે. જુદા જુદા હડારો સ્થળોએ આ પ્રકારના પક્ષઓને રક્ષણ આપે તેવા માળા ફ્રીમાં મુકાયા છે. પોતાના શોખ અંગે વાત કરતા દામજીભાઇ કહે છે કે જ્યારે ઝાડ પરના માળાને તુટતા જોયા દુખ થતુ હતુ. આજે ભાગદોડની લાઇફમાં પક્ષીઓન ચિંતા કોઇ કરતુ નથી જેથી અનેક પક્ષીઓ લુપ્ત થઇ રહ્યા છે . આવી સ્થિતીમાં વાડજ વિસ્તારમાં રહેતા દામજભાઇ પક્ષીઓ માટે પુરતી સુવિધા ધરાવતા અને દરેક સિઝનમાં રક્ષણ મળે તેવા માળા બનાવીને જોરદાર સેવા કરી રહ્યા છે. શહેરીકરણના લીધે પક્ષીઓના માળા તુટી રહ્યા છે ત્યારે વાડજના આ વ્યક્તિ પક્ષીઓના ઘર બનાવવાનું ઉમદા કામ કરી રહ્યા છે.

વર્લ્ડ સ્પેરો ડેની ઉજવણી ૨૦૧૦માં શરૂ થઇ હતી

જુદા જુદા કાર્યક્રમો યોજાય છે

         અમદાવાદ, તા. ૨૦ : વર્લ્ડ સ્પેરો ડેની ઉજવણી સમગ્ર વિશ્વમાં કરવામાં આવે છે. પક્ષી પ્રેમિઓ આને વિશેષરીતે ઉજવે છે. ૨૦૦૮માં આની પ્રથમ વખત પહેલ કરવામાં આવી હતી પરંતુ ૨૦૧૦માં વિશ્વના જુદા જુદા ભાગોમાં પ્રથમ વખત વર્લ્ડ સ્પેરો ડેની ઉજવણી કરાઈ હતી. જુદા જુદા કાર્યક્રમોમાં પક્ષીઓને લઇને જનજાગૃત્તિ, નવા નવા અભિયાનો, પક્ષીઓના જતન, લુપ્ત થતી જાતિઓને બચાવવાના પ્રયાસ અંગે માહિતી આપવામાં આવે છે. પક્ષીઓના રક્ષણના મુદ્દે પણ ચર્ચા થાય છે.

(7:39 pm IST)