Gujarati News

Gujarati News

News of Tuesday, 20th March 2018

સુરતમાં કાપડબજારમાં જોબવર્ક કરનાર પાંચ વેપારી તેમજ એક વિવર સાથે 22.54 લાખની ઠગાઈની ફરિયાદ

સુરત:કાપડ બજારમાં છેતરપીંડીની બે ઘટનામાં એમ્બ્રોઈડરી જોબવર્ક કરનારા પાંચ વેપારી તેમજ એક વિવર સાથે કુલ રૃ. ૨૨.૫૪ લાખની ઠગાઈ થયાની બે ફરિયાદ સલાબતપુરા પોલીસ મથકમાં નોંધાઈ છે.

પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ જયલક્ષ્મી ટેક્ષટાઈલ માર્કેટ અને શિવદર્શન ટેક્ષટાઈલ માર્કેટમાં સાડીની દુકાન ધરાવતા બે ભાગીદારો સુખારામ પન્નારામ ગોદરા (રહે. વોર્ડ નં. ૧૩, સાધવ, સુજાનગઢ, ચુરૃ, રાજસ્થાન) અને નિર્મલ પ્રજાપતિ ઉર્ફે દિનેશ પટેલે ગત ૩૧ ઓગષ્ટ ૨૦૧૭ થી ૨૬ સપ્ટેમ્બર ૨૦૧૭ દરમિયાન એમ્બ્રોઈડરીનું જોબવર્ક કરતા શૈલેષભાઈ કાભાભાઈ સભાયા (રહે. ૧૪૨, નંદનવન સોસાયટી વિભાગ-, પૂણાગામ, સુરત) અને અન્ય ચાર એમ્બ્રોઈડરી જોબવર્ક કરનારા પાસે જોબવર્ક કરાવી તેમના કુલ રૃ. ૧૪,૩૨,૯૮૮ ચૂકવ્યા હતા અને ભાડાની દુકાન બંધ કરી ભાગી છૂટયા હતા. અંગે શૈલેષભાઈએ ગતરોજ સલાબતપુરા પોલીસ મથકમાં છેતરપીંડીની ફરિયાદ નોંધાવી હતી.

અન્ય એક બનાવમાં રીંગરોડ આરકેટી માર્કેટમાં જે.બી.ટેક્ષ્ટાઈલના નામે દુકાન ધરાવતા તેમજ વણકર ટેક્ષ્ટાઈલ માર્કેટમાં પણ દુકાન ધરાવતા ભરતભાઈ મહુવર (રહે. ડી-૨૦૧, પ્રમુખ દર્શન એપાર્ટમેન્ટ, પૂણા કુંભારીયા રોડ, સુરત) દલાલ મહેશભાઈ તરતીયા (રહે. વિશાલનગર સોસાયટી, ભટાર ચાર રસ્તા, સુરત) મારફતે ભેસ્તાન સાંઈકૃપા સોસાયટી પ્લોટ નં. ૨૧ માં લુમ્સનું કારખાનું ધરાવતા વિવર દિવ્યેશભાઈ કિશોરચંદ્ર ચેવલી (રહે. /૪૨૮૩, દાણાપીઠ, બેગમપુરા, સુરત) પાસેથી ગત ૧૯ જુલાઈ ૨૦૧૬ થી ઓક્ટોબર, ૨૦૧૬ દરમિયાન રૃ. ,૨૦,૭૬૨ નું ગ્રે કાપડ ઉધારમાં ખરીદયું હતું. જો કે, આજદિન સુધી પેમેન્ટ કરતા દિવ્યેશભાઈએ ગતરોજ બંને વિરુધ્ધ સલાબતપુરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.

(6:16 pm IST)