Gujarati News

Gujarati News

News of Tuesday, 20th March 2018

ઉકાઇથી રાજસ્થાન જતી એસટી બસની બ્રેક ફેઈલ થતા 12 વાહનોને હડફેટે લેતા અફડાતફડી

વ્યારા:સોનગઢ ડેપોથી  ઉકાઈથી રાજસ્થાનના રામસીન જતી એસ.ટી. બસની બ્રેક ફેઈલ થતા સોનગઢના માંડળ ટોલ પ્લાઝા પાસે અફરા તફરી મચી હતી. ડ્રાઈવરની સમય સૂચકતાથી બસને ડાયવર્ટ કરતા ડીવાઈટર કુદી બસે ૧૨ જેટલી બાઈકને અડફટે લીધી હતી. બસમાં ડ્રાઈવર-કંન્ડકટર તથા એક પેસેન્જર હોવાથી મોટી ઘાત ટળી હતી.


ગુજરાત રાજ્ય પરિવહનના સોનગઢ ડેપોની બસ (નં.-જીજે-૧૮-ઝેડ-૦૨૭૦) રોજ સવારે -૦૦ વાગ્યે ઉકાઈથી રાજસ્થાનના રામસીન જાય છે. સોમવારે  સવારે બસના ચાલક દિલીપભાઈ બુધાભાઈ પરમાર (રહે. ખેડા જિલ્લો) તથા કંન્ડક્ટર બસ લઈ નીકળ્યા હતા. જેમાં એક મુસાફર બેઠો હતો. બસ વહેલી સવારે સોનગઢ-સુરત હાઈવે પર આવેલ સોનગઢના માંડળ ટોલ પ્લાઝા પાસે પહોંચી હતી. તે દરમ્યાન બ્રેક ફેઈલ થઈ ગઈ હતી. ચાલક દિલીપભાઈ પરમારે સમય સૂચકતા વાપરી તાત્કાલિક જમણી તરફ ડાઈવર્ટ કરી હતી.

બસ સાઈટ પરનું ડિવાઈડર કૂદી સામે પાર્ક કરેલી ૧૨ જેટલી બાઈકને અડફટે લેતા બાઈકો પર બસ ફરી વળતા જેટલી બાઈકને નુકશાન કર્યુ હતુ. ચાલક અને કન્ડકટરને સામાન્ય મુઢમાર વાગતા સોનગઢ સરકારી હોસ્પિટલ લઈ જવાયા હતા. બસમાં એક માત્ર મુસાફર હતો જે ઉતરીને જતો રહ્યો હતો. જેને પણ કોઈ ઈજા થઈ હતી.

(6:15 pm IST)