Gujarati News

Gujarati News

News of Tuesday, 20th March 2018

વડોદરામાં ડ્રગ્સના 1 હજાર ઈન્જેક્શનના જથ્થા સાથે બે કરિયરને પોલીસે અટકાવ્યા

વડોદરા:વડોદરામાં નશાખોરીના રવાડે ચઢેલા સેંકડો યુવા-યુવતીઓ  માટે મંગાવવામાં આવેલા ડ્રગ્સના હજાર ઇંજેક્શનોના જથ્થા સાથે આજે બે કેરિયરને પોલીસે ઝડપી પાડયા છે. વડોદરામાં ડ્રગ્સનું મોટુ નેટવર્ક પથરાયેલુ હોઇ તેને ભેદવા માટે શહેર પોલીસ માટે મોટો પડકાર ફેંકાયો છે.એક મહિના પહેલા રેલવે સ્ટેશન સામેથી ૭૨૦ નંગ પેન્ટાઝોસિન લેક્ટેટ ઇંજેક્શનના જથ્થા સાથે ત્રણ જણા ઝડપાયા હતા.

આજે એસઓજીની ટીમે વધુ એક નેટવર્કનો ભંડો ફોડયો છે.યાકુતપુરા અજબડી મિલ પાસે નશીલા ઇંજેક્શનોનો મોટો સપ્લાય ઉતરવાનો હોવાની વિગતોને પગલે એસઓજીના ઇન્ચાર્જ પીઆઇ એચ એમ ચૌહાણ અને સ્ટાફના માણસો અજબડી મિલ નજીક એક મંદિર અને દરગાહ પાસે  ગોઠવાયા હતા.

પોલીસે થેલો લઇ આવતા બે શખ્સોને પડકાર્યા હતા અને તેઓ ભાગવા જતા ઘેરી લીધા હતા.તેમની પાસેના થેલામાંથી પેન્ટાલેબ  લખેલા પેન્ટાઝોસિનના હજાર નશીલા ઇંજેક્શનો મળી આવ્યા હતા.

પોલીસની પ્રાથમિક પૂછપરછમાં મુખ્ય કેરિયર બિચ્છુ ગેંગનો મોહંમદ નદિમ ઉર્ફે ભોલુદાઢી ગુલામદસ્તગિર સંધિ અને તેનો સાગરિત રઇશ રફિકભાઇ શેખ (બંને રહે. હઝરત એપાર્ટમેન્ટ, અજબડીમીલ પાસે, યાકુતપુરા પાછળ) હોવાનું ખૂલ્યુ હતુ.તેમની પાસે રોકડા રૃા.૯૨૦ પણ કબજે લેવાયા હતા.

(6:15 pm IST)