Gujarati News

Gujarati News

News of Tuesday, 20th March 2018

કરજણના બામણમાં જુગાર રમતા ગ્રામપંચાયતના સભ્ય સહીત 6 જુગારીની ધરપકડ

કરજણ:તાલુકાના બામણ ગામ ખાતે વણકરવાસ પાછળ જુગાર રમતા ગ્રામ પંચાયતના સભ્ય સહિત જુગારીઓને ઝડપી પાડયા હતા. બામણ ગામે છેલ્લા કેટલાક સમયથી જુગાર રમાઇ રહ્યાની ફરિયાદો ગ્રામજનો દ્વારા પોલીસ સ્ટેશનમાં કરવામાં આવી હતી. પરંતુ પોલીસને જુગારીઓ ઝડપવામાં સફળતા મળી હતી.

બીજી તરફ હાઇવે પરનુ ગામ હોવાને કારણે ગામે બહારમાંથી પણ જુગાર રમવા માટે જુગારીઓ ટેવાયા હતા. જેના કારણે ગોકુળિયા ગામનું બિરૃદ પામેલા અને રાષ્ટ્રીય એવોર્ડ મેળવેલ ગામમાં ન્યુશન વધ્યુ હતું. પરિણામે ગ્રામજનો દ્વારા બદી ડામવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદો ઉઠી હતી.

પોલીસે અચાનક રેડ પાડતા બામણગામ વણકરવાસ પાછળ ખુલ્લી જગ્યામાં વડોદરાના બે, પંચાયત સભ્ય એક અને ગામના ત્રણ ઇસમોને રંગેહાથે ઝડપી પાડતા સોંપો પડયાનું જાણવા મળે છે. ઝડપાયેલામાં દુષ્યંતગીર બળદેવગીર ગોસ્વામી પંચાયત સભ્ય તેમજ બળવંત અંબાલાલ વણકર, શંકર ખોડા પરમાર, શના હરિ પરમાર (તમામ રહે. બામણગામજ્યારે  જયંતિ રણછોડ મકવાણા (રહે. ચંચળબાનગર વડોદરા), પ્રકાશ રણછોડ વણકર (રહે. ઇલોરાપાર્ક સોસાયટી આજવારોડ, વડોદરા)ને ઝડપી પાડયા હતા. પોલીસે દાવ પરથી રૃા.૧૩૭૩૦ તથા અંગજડતીમાંથી રૃા.૬૪૦૦ મળી કુલ રૃા.૨૦૧૩૦નો મુદ્દામાલ કબજે કર્યો હતો.

(6:15 pm IST)