Gujarati News

Gujarati News

News of Tuesday, 20th March 2018

બાઈક પર જતી આણંદની મહિલાના ગળામાંથી સોનાના દોરાની ચીલઝડપ કરી ગઠિયો રફુચક્કર

આણંદના વ્યાયામ શાળા રોડ પર બાઈક પર જતી બે મહિલા અને એક યુવાન પણ આવી ચીલઝડપનો શિકાર બન્યા હતા. બાઈક પર આવેલા બે ઈસમોએ મહિલાનો અછોડો તોડી ફરાર થયા હતા.

 


ઘટનામાં પ્રાપ્ત વિગતો અનુસાર વ્યાયામ શાળા રોડ પર સોમવારના બપોરના સુમારે બાઈક પર જતા યુવાન અને તેની પાછળ બેઠેલ બે મહિલાઓમાંથી એક મહિલાના ગળામાં પહેરેલા અછોડા પર બે ઈસમોએ બાજ નજર રાખી હતી. મહિલાના ગળામાંથી બાઈક પર આવેલ બે ઈસમોએ ચિલઝડપને અંજામ આપ્યો હતો. મહિલાના ગળામાંથી દોરો તોડતા તેણી બાઈક પરથી પડવા જેવી થઈ હતી. જ્યારે બાઈક ચાલક યુવાને સતર્કતા દાખવી બાઈકને કંટ્રોલ કર્યો હતો. ઘટનામાં મોડી સાંજ સુધી આણંદ સીટી પોલીસ મથકે ફરિયાદ થશે તેવું અનુમાન સ્થળ પર હાજર લોકોએ કર્યું હતું. જે બાઈકથી ચિલઝડપને અંજામ અપાયો તે બાઈકની નંબર પ્લેટ પર ચાપડો એટલે કે કલર કરી દેવામાં આવ્યો હોવાની માહિતી સ્થળ પરથી પ્રાપ્ત થઈ હતી. બાઈક ચાલકોએ મોઢા પર રુમાલ બાંધ્યો હતો.જ્યારે તેઓ ચિલઝડપ કરી ગામડી વડ રોડ તરફ ગયા હતા.

(6:14 pm IST)