Gujarati News

Gujarati News

News of Tuesday, 20th March 2018

હિંમતનગર: વિવિધ બચત યોજનામાં રોકાણ કરવાના બહાને ઈસમોને પરિવાર સાથે પાંચ લાખની ઠગાઈ કરતા અરેરાટી

સાબરકાંઠા:જિલ્લાના મુખ્ય મથક હિંમતનગરના કાંકણોલ ખાતેની સી. કે. રેસીડેન્સીમાં રહેતા પરિવારના સભ્યોનો મોબાઇલ ફોન દ્વારા અવારનવાર સંપર્ક સાધીને વિવિધ બચત યોજનાઓમાં રોકાણ કરવાતી પ્રતિ વર્ષ રૃા. ત્રણ લાખની રકમ મળી જશે તેવી વાતોમાં ભરમાવીને રૃા. પાંચ લાખથી વધુ રકમની ઠગાઈ કરવામાં આવી હોવાની એક ફરિયાદ ગઈકાલે હિંમતનગર ડિવિઝન પોલીસ મથકમાં નોંધાઈ છે.

 


પોલીસના જણાવ્યા અનુસાર મહેન્દ્રભાઈ જોઈતારામ પટેલની ફરિયાદના આધારે એક યુવતી સહિત ચાર શખ્સોના વિરુદ્ધ ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે. ઠગ ટોળકીના સાગરીતોએ નકલી નામ ધારણ કરીને સિફતપૂર્વક ઠગાઈની યોજનાને અંજામ આપ્યો હતો.

નકલી નામધારી ટોળકીના સાગરિતોએ ફરિયાદીને પોતાની ઓળખ () પ્રિયંકા ચૌધરી, () આર. કે. જૈન, () સત્યપ્રકાશ દેશમુખ અને () રાધારમણ શર્મા તરીકે આપીને ફરિયાદીને પ્રલોભનની જાળમાં ફસાવીને ઠગાઈના કારનામાને અંજામ આપ્યો હતો.

(6:13 pm IST)