Gujarati News

Gujarati News

News of Tuesday, 20th March 2018

અડાસના ફાંટા આંબા રોડ પર પુરપાટ ઝડપે જતી કારની હડફેટે રીક્ષા ચાલક યુવાન ઈજાગ્રસ્ત

બોરસદ:નેશનલ હાઈવે નંબર આઠ ઉપર આવેલા અડાસના ફાંટા આંબા રોડ ઉપર ગઈકાલે પુરપાટ ઝડપે રોંગ સાઈડે આવી ચઢેલી ઈકો કારે રીક્ષાને ટક્કર મારતાં એક યુવાનના બન્ને પગે ગંભીર ઈજાઓ થવા પામી હતી. અંગે વાસદ પોલીસે ગુનો દાખલ કરીને કાર્યવાહી હાથ ઘરી છે.

 


મળતી વિગતો અનુસાર બોરસદ ખાતે રહેતા ફરિયાદી નલેષભાઈ મફતભાઈ પરમારની રીક્ષા બગડી હોય તેઓ મામાની રીક્ષા ચલાવીને ગુજરાન ચલાવે છે. ગઈકાલે બગડેલી રીક્ષા અડાસ ખાતે રહેતા બનેવીને ત્યાં મુકી હોય તેઓ આવ્યા હતા, જ્યાંથી બનેવી હિતેશભાઈ તથા તેમના કાકાના દિકરા વિશાલભાઈ ભુપેન્દ્રભાઈ પરમારને લઈને અડાસ બજારમાં જવા માટે નીકળ્યા હતા. રીક્ષા આંબા ફાંટા રોડ પરથી પસાર થતી હતી ત્યારે પુરપાટ ઝડપે સામેથી આવી ચઢેલી ઈકો કાર નંબર જીજે-૨૩, એમ-૪૯૭૪એ ખાલી સાઈડે ટક્કર મારતાં વિશાલના જમણા પગે ફેક્ચર થઈ જવા પામ્યું હતુ જ્યારે ડાબા પગે કચ્ચર માર વાગ્યો હતો. જેથી તેને તુંરત આણંદની એક ખાનગી હોસ્પીટલમાં લઈ જવામાં આવ્યો હતો.

(6:13 pm IST)