Gujarati News

Gujarati News

News of Tuesday, 20th March 2018

બાલાસિનોર રોડ તેમજ હાથજ નજીક સર્જાયેલ ગમખ્વાર અકસ્માતમાં બે ઈજાગ્રસ્ત

સેવાલિયા: બાલાસિનોર રોડ તેમજ હાથજ નજીક સર્જાયેલા અકસ્માતમાં બે જણાંને ઈજા થઈ હતી. અંગે જે તે પોલીસ મથકે ગુનાઓ દાખલ કરીને કાર્યવાહી હાથ ઘરવામાં આવી હતી.

 


મળેલ વિગત મુજબ સેવાલિયામાં રહેતા ધરમસિંહ સિંધુ ગત તા. ૧૭--૧૮ની રાત્રે સેવાલિયા બાલાસિનોર રોડ પરથી ચાલતા જતા હતા ત્યારે પૂરપાટ ઝડપે આવેલ ઈકો ગાડી નં. જીજે ૨૩ બીડી ૦૧૪૮એ પાછળથી ટક્કર મારતા ધરમસિંગ અજીતસિંગ સિંધુને ઈજા થઈ હતી. જ્યારે બીજા બનાવમાં હાથજ-મરીડા રોડ પર અકસ્માત સર્જાયો હતો. જેમાં લોડીંગ ટેમ્પી નં. જીજે - વાય ઝેડ ૪૦૯૮ પૂરપાટ ઝડપે હંકારી રોડની સાઈડમાં મોટર સાયકલ નં. જીજે સીએમ ૫૩૦૮ લઈને અનિલભાઈ ઊભા હતા ત્યારે લોડીંગ ટેમ્પીએ ટક્કર મારતા અનિલભાઈને ઈજા થઈ હતી.

(6:13 pm IST)