Gujarati News

Gujarati News

News of Tuesday, 20th March 2018

વડતાલ ચોકડી પાસે પોલીસે ચોરીની રીક્ષા સાથે ઈસમને રંગે હાથે અટકાવ્યો

વડતાલ:ચકલાસી પોલીસે વડતાલ ચોકડી પરથી ચોરીની રીક્ષા સાથે એક ઈસમને ઝડપી પાડ્યો હતો. બનાવ અંગે ચકલાસી પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.ચકલાસી પોલીસ આજે બપોરે વડતાલ જ્ઞાનબાગ ચોકડી પર વાહન ચેકીંગમાં હતી દરમ્યાન એક સીએનજી રીક્ષા નં. જીજે ૦૭ બીવી ૮૫૩૧ આવતા તેને ઊભી રખાવી રીક્ષા ચાલકની પૂછપરછ કરતા તે મનુભાઈ શનાભાઈ પઢિયાર (રે. કહાનવાડી,લાલપુરા)હોવાનું જણાવ્યું હતુ. રીક્ષા અંગે પૂછપરછ કરતાં તે સંતોષકારક જવાબ ના આપી શકતા પોલીસ મથકે લાવીને આકરી પૂછપરછ કરી હતી જેમં રીક્ષા બે માસ પહેલાં નરસંડા ચોકડી પરથી ચોરી કર્યાની કબૂલાત કરી હતી. જેથી ચકલાસી પોલીસે રૂ. ૯૦,૦૦૦ની રીક્ષા કબજે કરી રીક્ષા ચાલકની વાહનચોરીના ગુનામાં ધરપકડ કરીને વધુ તપાસ હાથ ઘરી છે

(6:13 pm IST)