Gujarati News

Gujarati News

News of Tuesday, 20th March 2018

એટીએમમાં નોટો ભરનાર ઈસમે જુદી-જુદી જગ્યાએથી 32 લાખની છેતરપિંડી આચરતા ધરપકડ

અમદાવાદ: શહેરનાં વિવિધ એટીએમમાંથી અલગ અલગ સમયે કુલ રૂ‌. ૩ર લાખ જેટલી માતબર રકમ કાઢી લઇ છેતરપિંડી કરી હોવાની ફરિયાદ પાલડી પોલીસ સ્ટેશનમાં નોંધાઇ છે. પાલડી પોલીસે આરોપી યુવકની ધરપકડ કરી વધુ પૂછપરછ શરૂ કરી છે.

 

મળતી માહિતી મુજબ ધરણીધર દેરાસર ખાતે આવેલા અષ્ટમંગલ રેસિડન્સીમાં આવેલી બ્રિક્સ ઇન્ડિયા પ્રા. લિ. નામની કંપની શહેરનાં વિવિધ એટીએમમાં બેન્કના રૂપિયા લોડ કરવાનો કોન્ટ્રાક્ટ ધરાવે છે.

કંપનીમાં નરેન્દ્ર છોટેલાલ જાદવ (રહે. જેઠાલાલની ચાલી, એસટી રોડ, બહેરામપુરા) નોકરી કરે છે. નરેન્દ્ર અને તેની સાથેનો ચાંદ મોહંમદ શહેરનાં વિવિધ એટીએમમાં બેન્કના રૂપિયા અપલોડ કરવા જાય છે.

દરમ્યાનમાં કેટલીક બેન્કના એટીએમમાંથી રૂપિયાઓની ઘટ જણાઇ હતી. કોઇ અજાણી વ્યક્તિ એટીએમમાંથી રૂપિયાની ચોરી કરી લેતી હોવાની બેન્કને જાણ થઇ હતી. તપાસ દરમ્યાન જાણવા મળ્યું હતું કે બ્રિક્સ ઇન્ડિયામાં કામ કરતો કર્મચારી એટીએમમાંથી ચોરી કરે છે.

(6:12 pm IST)