Gujarati News

Gujarati News

News of Tuesday, 20th March 2018

ધોલેરાના મૂડી ગામની પરિણીતાએ ઝેર ગટગટાવી જીવનલીલા સંકેલી

ધોલેરા:તાલુકાના મુડી ગામે પરણિતાએ ઝેરી દવા પીને જીવન ટુંકાવવાની ઘટના ઘટી હતી. બાબતે પોલીસે અકસ્માત મૃત્યુ નો ગુનો નોંધી મૃત્યુના કારણોની તપાસ હાથ ધરી છે.

ધોલેરાના મુંડી ગામે રહેતા દલસુખભાઇ ડાભી ..૨૮ ના પત્નિ મમતાબેન ..૨૫ ના લગ્ન બાદ મમતા બેનને સાસરીયામાં ગમતુ હોવાથી તા.૨૦ ના રોજ ઘરમાં ઝેરી દવા પી લીધી હતી.રૃમમાં એકલા ઘણો સમય થવાથી પરિવારજનોએ તપાસ કરતા દવા પીધેલી હાલતમાં મમતાબેન મળી આવ્યા હતા.સમગ્ર ઘટનાને લઇ ૧૦૮ ને જાણ કરાતા ઘટના સ્થળે દોડી આવી હતી.પરંતુ દવાનુ ઝેર તીવ્ર હોવાથી પરણિતાનુ મોત થયુ હતુ.

બાબતે પરણિતાના પતિ દલસુખભાઇએ ધોલેરા પોલીસને જાણ કરતા પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી.અને મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ધંધુકા લાવી હતી.પોસ્ટમોર્ટમ બાદ મૃતદેહને પરિવારજનોને સોંપવામાં આવ્યો હતો.નાનકડા લગ્નજીવનનો કરૃણ અંત આવતા મુંડી ગામમાં શોક છવાયો હતો. બાબતે પોલીસ મૃત્યુના કારણોની ઉંડી તપાસ ચલાવી રહી છે.

(6:12 pm IST)