Gujarati News

Gujarati News

News of Tuesday, 20th March 2018

અમદાવાદના ચકચારી ૯૮ લાખની લૂંટ પ્રકરણમાં માસ્‍ટર માઇન્ડ મુકેશ યાદવ ઉર્ફે ફૌજીએ સાથીદાર સુધીર બાઘેલને દગો દીધો

અમદાવાદઃ રૂ.૯૮ લાખની ચકચારી લૂંટ પ્રકરણમાં નવો ફણગો ફૂટ્યો છે અને સાથીદારે જ દગો દીધાનું પોલીસ સમક્ષ ઝડપાયેલા આરોપીએ કબૂલ કર્યુ હતું.

શહેરમાં થયેલ ચકચારી રુ. 98 લાખની કેશવાન લૂંટ પ્રકરણમાં અમદાવાદ ક્રાઇમબ્રાંચ દ્વારા ઉત્તરપ્રદેશના મૈનપુરીથી સુધીર બાઘેલની ધરપકડ કરી અમદાવાદ લઈ આવવામાં આવ્યો છે. જેણે પોલીસને જણાવ્યું કે સમગ્ર લૂંટ પ્રકરણનો માસ્ટરમાઇન્ડ મુકેશ યાદવ ઉર્ફ ફૌજી છે. જેણે લૂંટ બાદ તેને પણ દગો આપ્યો હોવાવું બાઘેલનું કહેવું છે.

પોલીસના જાણમાં આવ્યા મુજબ કેશવાનનું મેનેજમેન્ટ કરતી કંપનીમાં બાઘેલ ડ્રાઇવર તરીકે જોબ કરતો હતો. જ્યારે યાદવ તે જ કંપનીનો જૂનો કર્મચારી હતો. જેથી બંનેએ સાથે મળીને 23મી ફેબ્રુઆરીએ સમગ્ર લૂંટ પ્રકરણને અંજામ આપ્યો હતો. તપાસ અધિકારીએ જણાવ્યું કે, ‘બાઘેલે જણાવ્યું કે યાદવના મનમાં આ લૂંટ કરવા માટે ઘણા સમય પહેલાથી જ પ્લાન હતો અને તેથી જ યાદવ તેને અમદાવાદ લાવ્યો હતો અને જોબ પર રખાવ્યો હતો. તેણે બાઘેલને મહિનાના રુ.9000ની જોબની ઓફર કરી હતી.

જે બાદ ધીમે ધીમે પોતાનો પ્લાન સમજાવી તેણે બાઘેલને ચોરીની રકમમાંથી 50% ભાગની ખાતરી આપી તૈયાર કરી દીધો હતો અને પ્લાનના ભાગ તરીકે યાદવે ચોરીના એક સપ્તાહ પહેલા નોકરીમાંથી રાજીનામુ આપી દીધુ હતું. તેમજ પોતાના પરીવારને પણ જાન્યુઆરીમાં જ મૂળ વતનમાં પરત મોકલી દીધો હતો.

જ્યારે બીજીબાજુ બાઘેલના પિતા પર રુ.7 લાખનું દેવું હતું જેને ચૂકવવા માટે બાઘેલ મદદરુપ બનવા માગતો હોઈ તેને આ શોર્ટકટ સારો લાગ્યો હતો. બાઘેલની બહેનના લગ્ન અને ભાઈના ભણતર માટે તેના પિતાએ લોન પેટે આ રકમ ઉછીની લીધી હતી. જેના કારણે તે આ લૂંટના પ્લાનમાં સામેલ થવા માટે તૈયાર થઈ ગયો હતો. બીજી બાજુ જ્યારે તેના પરિવારને ખબર પડી કે બાઘેલ ગંભીર ગુનામાં સંડોવાયેલ છે ત્યારે તેઓ બેબાકળા બની ગયા હતા.

બાઘેલે પોલીસને જણાવ્યું કે ચોરી બાદ તેના હાથમાં ફક્ત રુ. 50000 જ આવ્યા હતા. તેનું કાણ જણાવતા તેણે ક્હયું કે, ‘યાદવ આ પૈસા લઈને એક નિશ્ચિત જગ્યાએ પહોંચી શક્યો નહોતો. આ જગ્યાને તેણે પહેલાથી જ ભાડે રાખી હતી જોકે તેની ગાડીમાં કેશથી ભરેલી હોવાથી ઘરના માલિકે તેને અંદર પ્રવેશવા દીધો નહોતો. જે બાદ યાદવનો કોન્ટેક્ટ થઈ શક્યો નહોતો.

(5:59 pm IST)