Gujarati News

Gujarati News

News of Tuesday, 20th March 2018

ગુજરાત આરોગ્ય અને શિક્ષણ ક્ષેત્રે પાછળઃ નિતી આયોગ

ગાંધીનગર તા. ૨૦ : મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી અને રાજયના સીનિયર અધિકારીઓ સાથે નિતી આયોગના વાઈસ ચેરમેન ડો. રાજીવકુમારની ગાંધીનગર ખાતે બેઠક યોજાઈ હતી. તે પછી પત્રકારોને સંબોધતા તેમણે આ મુજબ જણાવ્યું હતું કે, 'ગુજરાત શિક્ષણ અને આરોગ્યના ક્ષેત્રમાં અપેક્ષા પ્રમાણે પ્રગતિ કરી રહ્યું નથી.'

આ મુદ્દે તેમણે ગુજરાત સરકાર સાથે ચર્ચા કરી છે. ગુજરાત સરકાર તરફથી જણાવાયું છે કે, 'તેમણે રાજયના વર્ષ ૨૦૧૮-૧૯ના બજેટમાં શિક્ષણ-આરોગ્ય પાછળ વધુ નાણાકીય ફાળવણી કરી છે. જેના ભાગરૂપે ડિસ્ટ્રિકટ કલેકટરને બાળકોના કુપોષણ-બાળ મૃત્યુદર ઘટાડવા માટેના પગલા ભરવાની સૂચના આપી દેવામાં આવી છે.'

આ બેઠકમાં ગુજરાતના વિવિધ વિકાસલક્ષી મુદ્દા પર ચર્ચા કરવામાં આવી હતી. જેમાં પીવાના પાણી, ટેકાના ભાવે ખેત ઉત્પાદનની ખરીદી, પ્રધાનમંત્રી પાક વીમા યોજના, મહિલા કલ્યાણ, નાગરિક પુરવઠા સહિતના મુદ્દાનો સમાવેશ થતો હતો.

(1:00 pm IST)