Gujarati News

Gujarati News

News of Tuesday, 20th March 2018

માર્ચના અંત ભાગે એકસાથે ૪ રજાઓ આવતી જ નથી

ગુડ ફ્રાઇડે અને મહાવીર જયંતિની રજાઓ ગુજરાતમાં અમલી નથીઃ ૨૮-૨૯ની જાહેર રજાઓ જાહેર થઇ નથીઃ ૩૧ માર્ચે પાંચમો શનીવાર હોઇ તે દિવસે પણ રજા નથી

અમદાવાદ તા.૨૦: માર્ચ માસના અંતે બેન્ક બંધ રહેવાની અફવા લોકોમાં ફેલાઇ છે. જેને કારણે અત્યારથી જ લોકો પોતાના બેન્કના કામકાજ પતાવવા માટે વ્યસ્ત બન્યા છે.હકીકતે માર્ચ માસના અંતે બેન્ક રાબેતા મુજબ જ ચાલુ રહેશે તેમ બેન્કના અધિકારીઓએ જણાવ્યું છે. વધુમાં તેઓના જણાવ્યાનુસાર કે માર્ચ માસના અંતે બેન્કમાં કોઇ રજા જ નથી આવતી.

 

ધુળેટી બાદ સીધી ૧૬ જૂને રમજાન ઇદની રજા જાહેર કરાઇ છે, જ્યારે ૨૮ માર્ચ મહાવીર જયંતી, ૨૯ માર્ચ ગુડ ફ્રાઇડેની રજા ગુજરાતમાં રજા જાહેર નથી થઇ. જો કે ૨૪ માર્ચના રોજ ચોથો શનિવાર છે માટે રાબેતા મુજબ ૨૪ માર્ચના રોજ અને ૨૫ માર્ચ રવિવારની રજા રહેશે. એ પછીનો શનિવાર ૩૧ માર્ચ છે તે પાંચમો છે માટે આ દિવસે બેન્કમાં કોઇ રજા રહેશે નહી તેમ જાણવા મળે છે.

 

(12:44 pm IST)