Gujarati News

Gujarati News

News of Tuesday, 20th March 2018

બુટલેગર પાસે પાંચ લાખ માગ્યાઃ એલસીબીના સબ ઇન્સ. આબાદ ઝડપાયા

અમદાવાદ તા. ૨૦ : ગુજરાતમાં દારૂબંધીનો કડક અમલ કરાવવાની જવાબદારી જેના પર છે એ પોલીસ જ બુટલેગર પાસેથી પાંચ લાખની લાંચ લેતા રંગે હાથ ઝડપાઇ જતા પોલીસ બેડામાં ચકચાર મચી ગઇ છે.

તાપી એલસીબીના પીએસઆઇ એસ.એસ.મહામુલકરે દારૂના ગુનામાં ઝડપાયેલા વોન્ટેડ આરોપીનું નામ ગુનામાંથી કાઢી નાંખવા પાંચ લાખની લાંચ માંગી હતી. આ મામલે તાપી એસીબીને ફરિયાદ થતાં એસીબીએ છટકું ગોઠવી પીએસઆઇ મહામુલકરને રંગેહાથ ઝડપી લીધો હતો. પોલીસ બેડામાં ભારે ચર્ચા છે.

(8:06 pm IST)