Gujarati News

Gujarati News

News of Tuesday, 20th March 2018

ગુજરાત વિધાનસભામાં શિક્ષકોની ભરતીનો મુદ્દો ગાજ્યોઃ બે વર્ષમાં શિક્ષકોની ભરતી માટેની ટેટ પરીક્ષા લેવાઇ નથીઃ અેકપણ શિક્ષકની ભરતી નથી થઇઃ સરકારનો જવાબ

ગાંધીનગરઃ રાજ્ય સરકાર દ્વારા શિક્ષણને વધુ વેગવંતુ કરવા માટે જુદા-જુદા અભિયાનો હાથ ધરવામાં આવી રહ્યા છે ત્‍યારે રાજ્ય સરકાર દ્વારા છેલ્લા બે વર્ષમાં અેકપણ શિક્ષકની ભરતી ન કરવામાં આવી હોવાનું વિધાનસભામાં રાજ્ય સરકારે સ્‍વીકાર્યુ હતું.

ગુજરાત વિધાનસભામાં શિક્ષકોની ભરતીનો મુદ્દો ગાજ્યો હતો. કોંગ્રેસના ધારાસભ્ય કુંવરજી બાવળિયાએ સવાલ કર્યો જેના જવાબમાં સરકારે સ્પષ્ટતા કરી કે છેલ્લા બે વર્ષમાં શિક્ષકોની ભરતી માટે ટેટની પરીક્ષા લેવાઈ નથી. જેથી બે વર્ષથી એક પણ શિક્ષકોની નિમણૂક થઈ નથી. 

ધારાસભ્ય અરવિંદ રાણાએ શાળામાં મધ્યાહન ભોજન અંગે સવાલ કરતાં સરકારે કહ્યું કે ધોરણ 1થી 5માં મધ્યાહન ભોજનમાં બાળક દીઠ પ્રતિદિન 4.58 રૂપિયા ખર્ચ કરાય છે. જ્યારે 6 થી 8 ધોરણના બાળક માટે પ્રતિદિન 6.42 ખર્ચ થતો હોવાની રાજ્ય સરકારની સપષ્ટતા કરી છે. 

જ્યારે અશ્વિન કોટવાલે કાયદા વિભાગ અંગે પૂછેલા સવાલમાં સરકારે જણાવ્યું કે કાયદા વિભાગમાં સમવર્ગ વાર મહેકમ 239 છે. જેમાં 113 જગ્યા ખાલી છે. જ્યારે કરાર આધારિત 6 અને ફિક્સ 63 જગ્યા ભરાઈ છે. 

તો કેન્દ્ર સરકારના પડતર પ્રશ્નોને લઈને વિપક્ષે આક્ષેપ કર્યો કે યુપીએ સરકાર દરમિયાન કેન્દ્ર સરકારને જે પ્રશ્નો પેન્ડિંગ હતા તે મોદી સરકારના ચાર વર્ષ થવા છતાંય પેન્ડીંગ છે. અને ગુજરાત સરકાર કેન્દ્રમાં કોઈ રજૂઆત ન કરતી હોવાનો પણ વિપક્ષે આક્ષેપ કર્યા.

(9:50 am IST)