Gujarati News

Gujarati News

News of Tuesday, 20th March 2018

ઉપરવાસથી ૬૪૪૪ ક્યુસેક પાણીની આવક થતા સરદાર સરોવર ડેમમાં ૬ સેન્ટીમીટર પાણીનો વધારો

ગાંધીનગરઃ સરદાર સરોવર ડેમમાં પાણીની સપાટી અંગે રાહતના સમાચાર છે. છેલ્લાં 24 કલાકમાં નર્મદા બંધની સપાટીમાં 6 સેન્ટીમીટરનો વધારો નોંધાયો હતો. ઉપરવાસથી 6444 ક્યુસેક પાણીની આવકને લીધે જળ સપાટીમાં આ વધારો નોંધાયો છે. હાલ નર્મદા બંધની જળ સપાટી 105.48 મીટર છે. પાણીની જાવકમાં 3866 ક્યુસેક કેનાલમાં પીવા માટે તથા 608 ક્યુસેક પાણી નદીમાં જાય છે.સરદાર સરોવર ડેમમાં પાણીની સપાટી અંગે રાહતના સમાચાર છે. છેલ્લાં 24 કલાકમાં નર્મદા બંધની સપાટીમાં 6 સેન્ટીમીટરનો વધારો નોંધાયો હતો. ઉપરવાસથી 6444 ક્યુસેક પાણીની આવકને લીધે જળ સપાટીમાં આ વધારો નોંધાયો છે. હાલ નર્મદા બંધની જળ સપાટી 105.48 મીટર છે. પાણીની જાવકમાં 3866 ક્યુસેક કેનાલમાં પીવા માટે તથા 608 ક્યુસેક પાણી નદીમાં જાય છે.

નોંધનીય છે કે છેલ્લા 24 કલાક મા નર્મદા બંધ ની સપાટીમાં 6 સેમી નો વધારોનર્મદાની જળસપાટીમાં 6 સેન્ટીમીટરનો વધારો, બંધમાં 6,444 ક્યુસેક પાણીની આવક વધી છે.ઉલ્લેખનીય છે કે 15મી માર્ચના રોજ નર્મદામાંથી ખેડૂતોને ખેતી માટે પાણી આપવાનું બંધ કરવામાં આવ્યું હતું. વિધાનસભામાં ધારાસભ્યએ વિધાનસભામાં પાણી મુદ્દે પ્રશ્ન ઉઠાવ્યો હતો. તે સમયે ઉપરવાસમાંથી પાણીની આવક બંધ થઈ હતી અને તે સમયે ડેમની સપાટી ૧૦૮.૪૫ મીટર હતી. ડેમમાં ચાલુ વર્ષે ૧૩૧.૦૫ મીટર સુધી પાણી હતું જોકે હાલની સપાટી 105 મીટર છે. તેથી હજી ગુજરાત માથેથી જલસંકટ ટળ્યું છે તેમ ન કહી શકાય.

(9:48 am IST)