Gujarati News

Gujarati News

News of Tuesday, 20th March 2018

સુરત :માથાભારે ભાગીદારે વેપાર -જમીન પડાવી લેતા મૂળ જેતપુરના નરેન્દ્ર પટેલે ઈચ્છામૃત્યુની માંગણી કરી

છેલ્લા :25 વર્ષથી કલેકટર-મુખ્યમંત્રી સુધી અનેક ફરિયાદો કરી પણ નિકાલ આવ્યો નથી

 

સુરત ;માથાભારે ભાગીદારના ત્રાસથી કંટાળીને સુરતના એક વેપારીએ ઈચ્છામૃત્યુની માંગણી કરી છે ભાગીદારીમાં નુકશાન જતા મૂળ જેતપુરના અને હાલ સુરતમાં રહેતા વેપારીએ સુરત જિલ્લા કલેક્ટર પાસેથી ઈચ્છા મૃત્યુની માંગણી કરી છે.

   પ્રાપ્ત માહિતી મુજબ મૂળ જેતપુરના અને હાલ સુરતના ઉમરપાડાના માંગરોળના વાડીગામ ખાતે રહેતા નરેન્દ્ર પટેલ કપચી મેટલના બિઝનેસ સાથે સંકળાયેલા છે. નરેન્દ્ર પટેલે જે રજૂઆત કરી છે તેમાં જણાવ્યું કે, તેઓ પોતાના માથાભારે ભાગીદારથી કંટાળીને સરકાર પાસેથી ઈચ્છા મૃત્યુની માંગણી કરી રહ્યા છે. 1990માં તેમણે એક ભાગીદારીમાં કપચી મેટલનો બિઝનેસ શરૂ કર્યો હતો. મસરી નારણ આહીર નામના શખ્સે તેમની સાથે ભાગીદારી કરીને તેમની મિલકત પડાવી લીધી હતી. મસરી આહીર નામના શખ્સે કરોડો રૂપિયાની રોયલ્ટી ચોરી પણ કરી છે. તેમજ શખ્સે તેમનો વેપાર અને જમીન પણ પડાવી પાડી છે.

   નરેન્દ્રભાઈએ ઈચ્છા મૃત્યુની માંગણી કરતા કહ્યું કે, છેલ્લા 25 વર્ષથી તેઓ મુખ્યમંત્રી સુધી પણ રજૂઆત કરતા આવ્યા છે. 25 વર્ષથી કલેક્ટર, મુખ્યમંત્રી સુધી અનેક ફરિયાદો કરવા છતા પણ કોઈ નિકાલ આવ્યો નથી. તેથી તેઓ જે નાણકીય યાતનાઓનો સામનો કરી રહ્યા છે તે માટે તેમણે કલેક્ટર અને રાષ્ટ્રપતિ સામે ઈચ્છા મૃત્યુની માંગણી કરી હતી. બીજી તરફ, નરેન્દ્રભાઈએ પોતાના પરિવારના આર્થિક રૂપે મદદ થવા માટે પોતાના શરીરના અંગો પણ વેચવાની અરજીમાં ઉલ્લેખ કર્યો છે. તેમણે કલેક્ટરને લખેલા પત્રમાં લિવર અને કિડની વેચવા માટેનો પણ ઉલ્લેખ કર્યો છે.

(9:13 am IST)