Gujarati News

Gujarati News

News of Tuesday, 20th March 2018

અમદાવાદ સાયબર સેલનો નોયડાના કોલ સેન્ટરમાં દરોડો :એક યુવતી સહીત સાત વ્યક્તિની ધરપકડ

વીમાના નામે કોલ કરીને ચીટિંગ કરતી ગેંગ વિરુદ્ધ અરજી બાદ કાર્યવાહી :આઠ મોબાઈલ અને બે ડાયરી મળી

 

અમદાવાદ સાયબર સેલ દ્વારા દિલ્હીના નોયડામાં દરોડો પાડીને લોકોને વીમાના નામે લોકોને કોલ કરીને છેતરતા લોકોની ધરપકડ કરાઈ છે અમદાવાદમાં વિવિધ લોકોને વીમા ના નામે કોલ કરી તેમની સાથે ચીટિંગ કરતી હોવાનો આરોપ બાદ અમદાવાદ સાઇબર સેલના અધિકારીઓએ નોયડામાં આવેલા કોલ સેન્ટર પર દરોડો પાડી એક યુવતી સહિત સાત વ્યક્તિની ધરપકડ કરી હતી સ્થળ પરથી આઠ મોબાઈલ ફોન અને બે ડાયરી મળી આવી હતી.

 


   પ્રાથમિક તપાસમાં પોલીસને જાણવા મળ્યું હતું કે અમદાવાદના નવરંગપુરા વિસ્તાર માં રહેતા પ્રકાશ શાહને ફેબ્રુઆરી 2017માં એક કોલ આવ્યો હતો કે તેમની એચ ડી એફ સીની પોલીસી લેપ્સ થઈ ગઈ છે અને જો તેમને ભરેલા 20 લાખ નાણાં પરત જોઈતા હોય તો પ્રોસેસ માટે નાણાં ભરવાના રહેશે.આમ વિશ્વાસ માં.લઈને તબક્કાવાર આઠ લાખ લઈ લીધા હતા. જે અંગે તેમને સાઇબર સેલમાં અરજી કરી હતી જેના આધારે પોલીસે તપાસ કરતા ટેક્નિકલ સર્વેલન્સ ના આધારે નોઈડમાં તપાસ કરતા ત્યાંથી કોલ સન્ટર મળી આવ્યું હતું

 

  એડિશનલ ડીસીપી ડો. રાજદીપ સિંહ ઝાલા ના જણાવ્યા મુજબ કોલ સેન્ટર નો મુખ્ય મલિક અખતર અલી છે જે ડેટા ના આધારે કોલ કરાવતો હતો અને આખા ભારત માં લોકો સાથે છેતરપીંડી કરતો હતો હાલ સ્કેમ કરોડો નું થાઈ તેવી શક્યતા છે

(9:13 am IST)