Gujarati News

Gujarati News

News of Tuesday, 20th March 2018

રાજીનામુ આપ્યાની વાતમાં કોઈ તથ્ય નથી : બે સપ્તાહના વેકેશનમાં જાઉં છું:કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ ભરતસિંહનો ખુલાસો

અમદાવાદ ;કોંગ્રેસ પ્રમુખ ભરતસિંહ સોલંકીએ પોતાએ રાજીનામુ આપ્યાની વાતને નકારી કાઢી છે રાજીનામા મુદ્દે ભરતસિંહ સોલંકીએ જણાવ્યું કે રાજીનામું આપ્યાંની વાતમાં કોઈ તથ્ય નથી.હું બે સપ્તાહનાં વેકેશન પર જાઉ છું. રાજીનામાની વાત મેં વિધાનસભા ચૂંટણીનાં પરિણામો વખતે કરી હતી. હું કોંગ્રેસ પાર્ટીનો એક સૈનિક છું. કોંગ્રેસે મને ઘણું બધું આપ્યું છે. અમારા રાજ્યસભાનાં ઉમેદવારોને હું રાહુલ ગાંધીને મળાવવા લઇ ગયો હતો. રાજ્યસભાનાં ઉમેદવારોને હાઈકમાન્ડે સમજી વિચારીને પસંદ કર્યાં. રાજ્યસભાની ઉમેદવારી મામલે કોઈ નારાજગી નથી. પક્ષ જે કામ સોંપશે તે હું કરીશ.

 

  અત્રે ઉલ્લેખનીય છે કે કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ ભરતસિંહ સોલંકીએ રાજીનામું આપ્યું છે એવું સૂત્રો દ્વારા જાણવા મળી રહ્યું હતું. કોંગ્રેસ પ્રદેશ પ્રમુખપદેથી તેઓએ રાજીનામું આપ્યું છે. રાહુલ ગાંધી સાથે મુલાકાત બાદ ભરતસિંહે રાજીનામું આપ્યું છે. કોંગ્રેસ હાઈકમાન્ડે પણ ભરતસિંહનાં રાજીનામાનો સ્વિકાર કર્યો છે. 2019ની લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને રાજીનામું આપ્યું છે.

 

   દિલ્હીમાં ભરતસિંહ સોલંકીએ રાહુલ ગાંધી સાથે મુલાકાત કરી છે. મુલાકાતમાં પરેશ ધાનાણી, નારણ રાઠવા, અમી યાજ્ઞિક સાથે હાજર રહ્યાં હતાં. રાહુલ ગાંધીએ અંગે સોશિયલ મીડિયામાં ફોટો પણ શેર કર્યો છે.

(9:13 am IST)