Gujarati News

Gujarati News

News of Thursday, 20th January 2022

વલસાડ જિલ્લાકક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણી આર.પી.એફ. ગ્રાઉન્‍ડ, વલસાડ ખાતે કરાશે

પ્રજાસત્તાક પર્વ ઉજવણીના આયોજન અંગે વલસાડ કલેકટર ક્ષિપ્રા આગ્રેના અધ્‍યક્ષસ્‍થાને બેઠક મળી

(કાર્તિક બાવીશી દ્વારા )વલસાડ જિલ્લાકક્ષાના ૭૩મા પ્રજાસત્તાક પર્વની ઉજવણી આર.પી.એફ. ગ્રાઉન્‍ડ, ધરમપુર રોડ વલસાડ ખાતે કરવામાં આવશે. આ ઉજવણીના આયોજન અંગે જિલ્લા કલેકટર ક્ષિપ્રા આગ્રેના અધ્‍યક્ષસ્‍થાને કલેકટર કચેરીના સભાખંડ ખાતે બેઠક મળી હતી.
બેઠકને સંબોધતા જિલ્લા કલેક્‍ટરે જણાવ્‍યું હતું કે, કોરોના મહામારીને ધ્‍યાને લઇ આ ઉજવણીનો કાર્યક્રમ ધ્‍વજવંદન, પોલીસ બેન્‍ડ સાથે રાષ્‍ટ્રગીત તેમજ મંત્રીના ઉદબોધન સાથે પૂર્ણ કરાશે. આ ઉજવણીના ઉપલક્ષમાં સંબંધિત અમલીકરણ અધિકારીઓને સોંપવામાં આવેલી જવાબદારી નિભાવવા તેમજ કોરોના મહામારીને ધ્‍યાને લઇ સરકારની માર્ગદર્શિકાનું પાલન થાય તેની તકેદારી રાખવા પણ જણાવ્‍યું હતું. આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી મનીષ ગુરવાની સહિત સંબંધિત અમલીકરણ અધિકારીઓ ઉપસ્‍થિત રહયા હતા.

(7:52 pm IST)