Gujarati News

Gujarati News

News of Thursday, 19th December 2019

રપ મીએ અટલજીના જન્મદિનથી રાજયવ્યાપી કિસાન સંમેલનો યોજાશેઃ વિજયભાઇ રૂપાણીની જાહેરાત

અમદાવાદ વડોદરા સુરત રાજકોટ કચ્છ ભાવનગર મહેસાણા ગોધરા બનાસકાંઠા પાટણ જીલ્લામાં ગુડ ગર્વનર્ન્સ કૃષિ સંમેલનોનું આયોજન

ગાંધીનગર, તા., ૧૯: મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ પૂર્વ પ્રધાનમંત્રી શ્રી સ્વ. અટલબિહારી બાજપેયીજીના આગામી જન્મ દિન તા. ર૫ ડિસેમ્બર સુશાસન દિવસથી ગુડ ગર્વનન્સ ડે થી રાજયવ્યાપી કિસાન સંમેલન યોજવાની જાહેરાત કરી છે

શ્રી વિજયભાઇ રૂપાણીએ આ સંદર્ભમાં કહ્યું કે, સ્વ. અટલબિહારીજીના જન્મદિવસને સમગ્ર દેશમાં ગુડ ગર્વનન્સ ડે - સુશાસન દિવસ તરીકે ઉજવવામાં આવે છે.

ગુજરાતમાં આ વર્ષે સુશાસન દિવસના ઉપલક્ષ્યમાં રાજય સરકારે કૃષિ કલ્યાણ અને ધરતીપુત્રોના હિતો માટે સુશાસનથી કરેલા નિર્ણયો, કાર્યોને ગ્રામીણ કિસાનો સુધી વ્યાપક સ્તરે પ્રેરિત કરવા રાજયમાં નવ જેટલા કૃષિ સંમેલન સુશાસન દિવસ ગુડ ગર્વનન્સ ડે અંતર્ગત યોજાશે.

મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યુ કે આ માટેના આયોજનને કૃષિ ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ આખરી ઓપ આપી રહ્યો છે.

તદ્દઅનુસાર, આ કૃષિ સંમેલનો અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ તેમજ કચ્છ, ભાવનગર, મહેસાણા, ગોધરા અને બનાસકાંઠા/પાટણ જિલ્લાઓમાં યોજવાનું આયોજન છે

રાજયના ધરતીપુત્રો – કિસાનોની જનભાગીદારી પ્રેરિત કરીને આ ગુડ ગર્વનન્સ કૃષિ સંમેલનનું આયોજન કરવામાં આવશે.

(3:38 pm IST)