Gujarati News

Gujarati News

News of Thursday, 19th December 2019

અમદાવાદમાં SRP ની 22 કંપનીઓ તૈનાત : દરિયાપુર , શાહપુર, કાલુપુર, જુહાપુરા સહિતના વિસ્તારોમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત

ઢાલગરવાડનું કપડાં બજાર, જમાલપુર તેમજ જુહાપુરા પણ સંપૂર્ણપણે બંધ

અમદાવાદ : નાગરિકતા સંશોધન બિલ મુદ્દે દિલ્હી સહિત દેશભરમાં વિરોધનો વંટોળ ઉઠયો છે ત્યારે આ વિરોધનો રેલો હવે છેક ગુજરાત સુધી પહોંચ્યો છે. લઘુમતી સંસ્થાઓએ ગુરૂવારે અમદાવાદ બંધનુ એલાન આપ્યુ છે જેને ભીમ આર્મી સહિત અન્ય સ્વૈચ્છિક સંસ્થાઓએ સમર્થન આપ્યુ

અમદાવાદના લાલદરવાજાના ઐતિહાસિક ઢાલગરવાડનું કપડાં બજાર, જમાલપુર તેમજ જુહાપુરા પણ સંપૂર્ણપણે બંધ રાખવામાં આવ્યું છે.

  નાગરિકતા સંશોધન બિલના વિરોધમાં આજે અપાયેલા અમદાવાદ બંધને લઈને પોલીસ સતર્ક છે અને શહેરમાં જડબેસલાક બંદોબસ્ત ગોઠવી દેવાયો છે..કોઈપણ જાતની અપ્રિય ઘટના ન બને તે માટે એસઆરપીની 22 કંપનીઓ તૈનાત કરાઈ છે.સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસનો સઘન બંદોબસ્ત પણ ગોઠવી દેવાયો છે

   શહેર પોલીસ કમિશનર આશિષ ભાટિયાના મતે કોઈપણ વ્યક્તિ શહેરમાં દુકાનો કે ધંધા રોજગારના સ્થળોએ બળજબરી પૂર્વક બંધ કરાવવા નીકળશે તો ધરપકડ થઈ શકે છે.

   દરિયાપુર , શાહપુર, કાલુપુર, જુહાપુરા સહિતના સંવંદેનશીલ વિસ્તારોમાં પણ સઘન બંદોબસ્ત ગોઠવાયો છે.સોશિયલ મીડિયા પર અફવા ફેલાવનારા શખ્સો પર ક્રાઈમ બ્રાન્ચનું સાઈબર સેલ નજર રાખી રહ્યુ છે.

(12:14 pm IST)