Gujarati News

Gujarati News

News of Monday, 19th September 2022

રોમાંચથી ભરપુર ફિલ્મ 'મારે શું' ૨૩મીએ સિનેમા ઘરોમાં

એકલો માણસ ધારે તો શું કરી શકે તે જોવા માટે : મોટાભાગનું શુટીંગ રાજકોટમાં જ થયું: રસપ્રદ ફિલ્મ જોવાનું ચૂકતા નહી

રાજકોટઃ મારે શુ? વર્તમાન સમયમાં જે થઇ રહયુ છે. તેમાની એક નવી જ વાત એટલે મારે શુ? ગુજરાતી ફિલ્મ એક અલગ અંદાજ, નવી જ વાત સાથે ૨૩ સપ્ટેમ્બરના રોજ રિલીઝ થઇ રહી છે, એક સરસ મજાની ગુજરાતી ફિલ્મ મારે શ? આ ફિલ્મમાં એક એકલો માણસ ધારે તો શું કરી શકે છ તે જોવા માટે...

સમાજ અને દેશમાં સુધારો કરવાની દરેકની ઇચ્છા હોય છે પણ એ કાર્ય કરવાની શરૃઆતમાં દરેકના મનમાં સવાલ ઉભો થાય છે કે આમાં... મારે શુ?

એકલો માણસ પણ સમાજ અને દેશમાં સુધારો કરી શકે છે અને અશકય લાગતું કાર્ય શકય કરી બતાવે છે. આપણી આસપાસ નજર કરીયે તો હજારો જરૃરિયાતમંદ લોકો આપણને દેખાઇ આવે છે જેને આપણે વિવિધ  રીતે મદદ કરી શકીયે પણ સાચી મદદ તો એને જ કહવાય જેનાથી જરૃરિયાતમંદ માણસની ખાલી જરૃરિયાત જ નહીં ભવિષ્ય પણ બદલાય અને એ માણસ પોતાના પગ પર ઉભો થઇ દેશની પ્રગતિમાં ઉપયોગી થઇ શકે. આવી જ રોમાંચક અને પ્રેક્ષકોને જકડી રાખતી વાત આગામી તા.૨૩ને શુક્રવારના રોજ રિલીઝ થતી ગુજરાતી ફિલ્મ મારે શુ? માં દર્શાવવામાં આવી છે.

આ ફિલ્મને રાજકોટના યુવા નિર્માતા અને નિર્દેશક વિક્રમ એન.ચૌહાણ દ્વારા નિર્માણ અને નિર્દેશન કરવામાં આવી છે. ક્રિએટર નિર્દેશક તરીકે અમન કુરેશી તેમજ સહનિર્માતા તરીકે બકુલ રૃપાણી, હિરેન ખુંટ, હર્ષાબેન ભરાડ, જીત ખખ્ખર જોડાયેલા છે.

આ ફિલ્મનું ૫૦% શૂટિંગ રાજકોટ શહેરમાં કરવામાં આવ્યુ છે. ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝના નામાંકીત કલાકાર–ભરત ઠક્કર, ધવન મેવાડા, હિરેન ખુંટ, ખુશ્બુ પટેલ, દિપક અંતાણી, બકુલ રૃપાણી જગપાલ ભરાડ, જીત ખબર, ગિરધારી સંપેલા, સંદીપ રૃપાણી, કવિશા રૃપાણી દ્વારા આ ફિલ્મમાં અભિનયના ઓજસ પાથરવામાં આવેલા છે મારે શુ? ફિલ્મોમાં પાર્થ ગોહિલના સુમધુર અવાજથી ગીતોને મનીષ ભાનુશાળીના સંગીતથી તૈયાર કરેલ છે. સમગ્ર ગુજરાતમાં ૨૩ સપ્ટેમ્બરના રિલીઝ થતી આ ફિલ્મને જોવાનું ભુલશો નહિ મારે શું?

(4:30 pm IST)