Gujarati News

Gujarati News

News of Monday, 19th September 2022

વડોદરામાં હોટેલ માલિકની કારનો કાચ તોડી ગઠિયા 3 લાખની તસ્કરી કરી છૂમંતર.....

વડોદરા: સાસુમા ગુજરાતી થાળી રેસ્ટોરન્ટના માલિકની કારનો કાચ તોડી કારમાં મૂકેલ રૃા.૩ લાખ રોકડા ભરેલી બેગની કોઇ ગઠિયાએ ઉઠાંતરી કરી હતી.

અલકાપુરી વિસ્તારમાં વેલકમ હોટલ પાછળ મંગળકિરણ એપાર્ટમેન્ટમાં રહેતા અશનવી પ્રવિણભાઇ પટેલે ફતેગંજ પોલીસ સ્ટેશનમાં નોધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે વાઘોડિયા-ડભોઇ રિંગરોડ પર આવેલી સાસુમા ગુજરાતી થાળી નામની હોટલમાં જે વેપાર થાય છે તેની રોકડ રકમ હોટલમાં કામ કરતા કર્મચારીઓ તેમજ અન્ય ખર્ચ માટે રાખું છું.  છેલ્લા ચાર-પાંચ દિવસથી હોટલના વેપારના રૃા.૩ લાખ હતા જે લઇને બ્રાઉન કલરની બેગમાં મૂક્યા હતા અને પોતાની ટાટા નેક્સઓન ઇવી કારની પાછળની સીટ પર બેગ મૂકી પહેલાં જેતલપુર ગયા બાદ છાણી જકાતનાકા પાસે સાસુમાની નવી બનતી બ્રાંચમાં ગયો હતો.

આ વખતે કાર નવી બંધાતી હોટલની સામે પાર્થ કોમ્પ્લેક્સ પાસે મૂકી હતી અને બપોરે અઢી વાગ્યાની આસપાસ કોઇ શખ્સે કારની જમણી બાજુનો પાછળની સાઇટના દરવાજાના કાચ તોડી કોઇ શખ્સ રૃા.૩ લાખ રોકડા મૂકેલી બેગ ઉઠાવી ગયો હતો. આ અંગે આજુબાજુ તપાસ કરી છતાં કોઇને જાણ ન હતી. ઉપરોક્ત વિગતોની ફરિયાદના પગલે પોલીસે વધુ તપાસ  હાથ ધરી છે.

(4:23 pm IST)