Gujarati News

Gujarati News

News of Monday, 19th September 2022

બાલાસિનોરમાં ટ્રક નીચે બાઈક આવી જતા સર્જાયેલ ગમખ્વાર અકસ્માતમાં દંપતી સહીત ત્રણ વર્ષીય બાળકનું મોત

બાલાસિનોર : બાલાસિનોરમાં શનિવારે બપોરે ગમખ્વાર અકસ્માતમાં ટ્રક નીચે બાઇક આવી જતા બાઇકમાં સવાર દંપતિ અને તેમના ત્રણ વર્ષના બાળકનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું.ઝાલોદ તાલુકાના થેરકા ગામેથી અમદાવાદ બાઇક જતી વખતે આ અકસ્માત સર્જાયો હોવાનું જાણાવ મળે છે. પોલીસે આ બનાવ અંગે ટ્રક ચાલક વિરૂદ્ધ ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. બાલાસિનોર બસ સ્ટેન્ડ પાસે બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા પાસે શનિવારે બપોરે ૪ વાગ્યે પુરપાટ આવતી ટ્રેક અને સ્પીડમાં જતી બાઇક વચ્ચે અકસ્માત થયો હતો. જેમાં ઓવર સ્પીડ સાથે ઓવરટેક કરવાના કારણે આ અકસ્માત થયો હોવાનું પ્રાથમિક જાણકારી મળી રહી છે. બાઇક ટ્રક નીચે આવી જતા બાઇકમાં સવાર ત્રણ જણાના સ્થળ પર જ મોત થતા અરેટાટી વ્યાપી જવા પામી હતી. બનાવને લઇને રોડ પર ભારે ટ્રાફિકજામ થઇ ગયો હતો. આજુબાજુના વેપારીઓ પણ અકસ્માતને લઇને આઘાતમાં સરી પડયા હતા. પોલીસના જણાવ્યા મુજબ ત્રણેય મૃતકોને બાલાસિનોર સામુહિક આરોગ્ય કેન્દ્રમાં ખસેડાયા હતા. જ્યાં તેઓને ડૉક્ટરોએ મૃત જાહેર કર્યા હતા. સમગ્ર મામલે પોલીસે ટ્રક ચાલક વિરૂદ્ધ ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે. મૃતક પરિવાર અમદાવાદ ધંધાને લગતા કામ અર્થે જઇ રહ્યો હોવાની વિગતો જાણવા મળી રહી છે. બાલાસિનોરમાં તે ખરીદી માટે આવ્યો હતો તે દરમિયાન આ અકસ્માત સર્જાયો હતો. 

(4:23 pm IST)