Gujarati News

Gujarati News

News of Sunday, 19th September 2021

વિરમગામ ખાતે મિસિસ યુનાઇટેડ નેશન્સ નીપા સિંઘ દ્વારા વાહકજન્ય રોગ નિયંત્રણ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યુ

મચ્છર ઉત્પત્તિ સ્થાનોનો નાશ કરવા અને મેલેરીયા, ડેન્ગ્યુ, ચિકનગુનિયા સહિતના મચ્છરજન્ય રોગોથી બચવાના ઉપાયો સમજાવવામાં આવ્યા

(વંદના નીલકંઠ વાસુકિયા) વિરમગામ : વિરમગામ ખાતે  મિસિસ યુનાઇટેડ નેશન્સ (૨૦૧૭) નીપા સિંઘ દ્વારા સગર્ભા બહેનો, આશા બહેનો સહિતના લોકોને વાહકજન્ય રોગ નિયંત્રણ અંગે જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યુ હતુ. નીપા સિંઘ દ્વારા લોકોને મચ્છર ઉત્પત્તિ સ્થાનોનો નાશ કરવા અને મેલેરીયા, ડેન્ગ્યુ, ચિકનગુનિયા સહિતના મચ્છરજન્ય રોગોથી બચવાના ઉપાયો સમજાવવામાં આવ્યા હતા. તાલુકા હેલ્થ ઓફિસ વિરમગામ ખાતે આયોજિત કાર્યક્રમમાં ખાતે  મિસિસ યુનાઇટેડ નેશન્સ (૨૦૧૭) નીપા સિંઘ, નીલકંઠ વાસુકિયા, ગૌરીબેન મકવાણા સહિત આરોગ્ય વિભાગના અધિકારીઓ, કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. અત્રે ઉલ્લેખનિય છે કે, રાષ્ટ્રીય વાહકજન્ય રોગ નિયંત્રણ કાર્યક્રમ અંતર્ગત ૨૦૨૨ સુધી ગુજરાત અને ૨૦૩૦ સુધીમા સંપૂર્ણ ભારત મેલેરિયા મુક્ત બને તેવા ઉદેશ્ય સાથે અમદાવાદ જિલ્લા વિકાસ અધિકારી ડૉ.અનિલ ધામેલિયા, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ.શૈલેષ પરમાર અને અમદાવાદ જિલ્લા મેલેરિયા અધિકારી નરેન્દ્રસિંહ રાઠોડ, તાલુકા હેલ્થ ઓફિસર ડો.વિરલ વાઘેલાના માર્ગદર્શન મુજબ  વિરમગામ સહિત અમદાવાદ જીલ્લામાં આરોગ્ય વિભાગના અધિકારીઓ, કર્મચારીઓ દ્વારા વાહક જન્ય રોગ નિયંત્રણ કામગીરી કરવામાં આવી રહી છે. ઉલ્ટી ઉબકા થાય, માથામાં દુખાવો થાય,  શરીરમાં કળતર થાય, ઠંડી અને ધ્રુજારી સાથે તાવ આવે જેવા કોઇ પણ લક્ષણો જોવા મળે તો નજીકના સરકારી દવાખાનામાં જઇને નિઃશુલ્ક લોહીની તપાસ કરાવવી જોઇએ. મેલેરીયાથી બચવા માટે પાણીના ખુલ્લા વાસણો હવા ચુસ્ત ઢાંકણથી ઢાકીને રાખવા. પાણીની ટાંકી,  ફુલદાની , કુલર, ફ્રીજની ટ્રે અઠવાડીયામાં એક વખત અવશ્ય સાફ કરો. ઘરની આસપાસ પાણી ન ભરાવા દો. પાણીના ખાડા ખાબોચીયા પુરી દો અથવા તો વહેવડાવી દો. કોઇ પણ તાવ મેલેરીયા હોય શકે છે. મેલેરીયાનો ફેલાવો મચ્છરથી જ થાય છે એટલે મચ્છરની ઉત્પત્તિ અટકાવશો તો  મેલેરીયા  થતો રોકી શકાશે.

(5:00 pm IST)