Gujarati News

Gujarati News

News of Thursday, 19th August 2021

અમદાવાદમાં મચ્છર અને પાણીજન્ય રોગચાળો વકર્યો; દવાખાનાઓમાં દર્દીઓની વધતી ભીડ

શાહપુર, દુધેશ્વર, દરિયાપુર, જમાલપુર, બહેરામપુરા, સરખેજ, ગોમતીપુર સહિત ચાલી ધરાવતા વિસ્તારમાં કેસ વધુ

અમદાવાદમાં મચ્છર અને પાણીજન્ય રોગચાળો વકર્યો છે. સરકારી હોસ્પિટલ અર્બન હેલ્થ સેન્ટર ઉપરાંત ખાનગી દવાખાનાઓમાં દર્દીઓની ભીડ જોવા મળી રહી છે. પૂર્વ અને પશ્ચિમ દરેક વિસ્તારમાં રોગચાળો છે. શાહપુર, દુધેશ્વર, દરિયાપુર, જમાલપુર, બહેરામપુરા, સરખેજ, ગોમતીપુર સહિત ચાલી ધરાવતા વિસ્તારમાં કેસ વધુ આવી રહ્યા છે

મચ્છરજન્ય રોગચાળો અટકાવવા AMCના હેલ્થ મલેરિયા વિભાગે 7 ઝોનમાં કરેલી કાર્યવાહી જોઈએ તો શહેરમાં 2300 ઉપર વિવિધ કન્સ્ટ્રકશન કોમર્શિયલ હોટેલ અને રેસ્ટોરન્ટ જેવા એકમોને ચેક કરી 1200 જેટલાને નોટિસ અપાઈ. તેમજ 31 લાખ ઉપર દંડ વસુલ કરવામાં આવ્યો છે. તો 3 લાખ ઉપર ઘરમાં ફોગીંગ કર્યું જોકે તેમ છતાં રોગચાળો અટકી નથી રહ્યો. તંત્ર દ્વારા ત્રણ લાખ ઘરમાં ફોગીંગ કર્યુ હોવાનો દાવો કરાઇ રહ્યો છે.

(12:07 am IST)