Gujarati News

Gujarati News

News of Thursday, 19th August 2021

રાજપીપળા ખાતે આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર દ્વારા સાઇકલ રેલી યોજાઈ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્રની કચેરી દ્વારા આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત નર્મદા જિલ્લાના વડા મથક રાજપીપળા ખાતે સાઇકલ રેલીનું આયોજન કરવામાં આવ્યુ હતું
આજે તારીખ 18 ઓગસ્ટના રોજ રાજપીપળા ખાતે સીપી ડીગ્રી કોલેજથી વાવડી ગામ સુધી અને વાવડીથી પરત સીપી ડીગ્રી કોલેજ સુધીની સાઇકલ રેલી યોજાઈ હતી જેમાં મોટી સંખ્યામાં નિયમિત સાઇકલ ચલાવી ફિટ રહેતા રાજપીપળાના ડો.રાજકુમાર ભગત,સ્પોર્ટના સિનિયર કોચ વિષ્ણુભાઈ વસાવા સહિતનો લોકો મોટી સંખ્યામાં સાયકલ રેલીમાં જોડાઇ ફિટ ઇન્ડિયાનો મેસેજ લોકો સુધી પહોંચાડવા પ્રયાસ કર્યો હતો.

 

(10:53 pm IST)