Gujarati News

Gujarati News

News of Thursday, 19th August 2021

રાજપીપળામાં ભાજપ દ્વારા મેરેથોન દોડ અને સ્વતંત્રતાના 75 વર્ષ પૂર્ણ થતાં સેલિબ્રેશન કાર્યક્રમ યોજાયો

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : રાજપીપળા ખાતે આવેલા સરદાર ટાઉનહોલમાં આજરોજ ભારતીય જનતા પાર્ટીનો એક સેલિબ્રેશન કાર્યક્રમ યોજાયો હતો.
  નર્મદા જિલ્લામાં યુવા મોરચાના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ મનીષ કુમારની અધ્યક્ષતામાં ભારત દેશને સ્વતંત્રતા પ્રાપ્ત થયાને ૭૫ વર્ષ પૂર્ણ થતાં સેલિબ્રેશનના ભાગ રૂપે રાષ્ટ્રીય યુવા મોરચાના યશસ્વી અધ્યક્ષ તેજસ્વી સૂર્યાના માર્ગદર્શનથી ગુજરાત રાજ્યમાં કુલ ૧૩૪ સ્થળે મેરેથોન દોડ નું આયોજન કરવામાં આવ્યું તે અંતરગત આજે નર્મદા જિલ્લામાં નાંદોદ વિધાનસભામાં ભવ્ય મેરેથોન દોડનું આયોજન કર્યું હતું તદુપરાંત રાષ્ટ્રીય યુવા મોરચાના ઉપાધ્યક્ષ એ તેમના નિવેદનમાં જણાવ્યું હતું કે સમગ્ર દેશ માં યુવા સંગઠન એક થઈ રહ્યું છે એકતા લાવી રહ્યા છે આત્મ નિર્ભર તરફ આગળ વધી રહ્યા છે અને આ દેશ ના યુવાનો રાષ્ટ્રવાદ તરફ એક જૂથ થઈ રહ્યા છે દેશ ના બધા જ યુવાનોની આશા શ્રી રામ મંદિર રામ ભૂમિ પર બનવું જોઈએ તે અપેક્ષા માનનીય વડાપ્રધાન  નરેન્દ્રભાઈ મોદી  દ્વારા શ્રી રામ જન્મ ભૂમિ પર બની રહેલ રામ મંદિર નિર્માણ ની વિશેષ વાતો કરી અને રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ એ જણાવ્યું કે હું ગૌરવ અનુભવું છું કે આ કાર્યક્રમ ના મને ગુજરાત રાજ્યના પ્રભારી બનાવ્યા જે જમીન થી સરદાર વલ્લભભાઈ પટેલ આવે છે અને દેશ ના લોકપ્રિય નેતા નરેન્દ્રભાઇ મોદી આવે છે આ પ્રકારે તેમના નિવેદનથી યુવાનોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો
  આ પ્રસંગે રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ મનીષ કુમાર ગુજરાત પ્રદેશના યુવા મોરચાના મહામંત્રી કૌશલભાઈ દવે ,જિલ્લા પ્રમુખ ઘનશ્યામભાઈ પટેલ, જિલ્લા યુવા મોરચાના પ્રમુખ ગૌરાંગભાઈ બારીયા, જિલ્લા મહામંત્રી વિક્રમભાઈ તડવી,જિલ્લા મીડિયા સેલના કન્વિનર રાજેશભાઈ ચૌહાણ,તાલુકા પ્રમુખ બાલુભાઈ બારીઆ,અરવિંદભાઈ પટેલ,અજીતભાઇ પરીખ અને અસંખ્ય યુવા મોરચાના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.

 

(10:51 pm IST)