Gujarati News

Gujarati News

News of Monday, 19th August 2019

અમદાવાદ: દારૂના નશામાં કાર ચલાવી શખ્સે ટેક્સી સાથે ગાડી અથડાવતાં અકસ્માત: કારમાંથી બોટલ મળી આવતા ચાલકની ધરપકડ

અમદાવાદ:પ્રહલાદનગર રોડ પર દારૂના નશામાં કાર લઈને જઈ રહેલા શખ્સે ટેક્સીને ટક્કર મારીને અકસ્માત કર્યો હતો. આ અંગે પોલીસને જાણ કરાતા પોલીસે ઘટનાસ્થલે આવીને તપાસ કરતા કારમાંથી દારૂની બોટલ મળી આવી હતી.

આ બનાવની વિગત મુજબ ૧૬ ઓગષ્ટના રોજ રાત્રે પ્રહલાદનગર રોડ પર હોલીડે ઈન્સ હોટેલ પાસે કારચાલકે ટેક્સીને અકસ્માત કર્યો હોવાનો ફોન પોલીસ કંટ્રોલરૂમને મળ્યો હતો. જેને પગલે આનંદનગર પોલીસે ઘટનાસ્થળે પહોંચીને તપાસ કરતા એક શખ્સ દારૂના નશામાં બિભત્સ વર્તન કરતો નજરે ચડયો હતો. દારૂના નશામાં તેણ ટ્ટેક્સીને અકસ્માત કર્યો હાવનું જણાયું હતું.

(5:40 pm IST)