Gujarati News

Gujarati News

News of Monday, 19th August 2019

અમદાવાદમાં રાષ્ટ્રીય કક્ષાનું કેમીકલ એન્જીનીયરીંગ એન્ડ ટેકનોલોજી કેન્દ્ર સ્થપાશે

અમદાવાદમાં પ્લાસ્ટીક કચરા વ્યવસ્થાપન કેન્દ્ર સ્થપાશે

સેન્ટ્રલ ઈ્સ્ટીટ્યુટ ઓફ પ્લાસ્ટીક એન્જીનીયરીંગ એન્ડ ટેકનોલોજી દ્વારા  અમદાવાદના વટાવવામાં કન્યા અને કુમાર છાત્રાલયના ઉદઘાટન પ્રસંગે કેન્દ્રીયમંત્રી શ્રી મનસુખભાઇ માંડવીયા , મેયર બિજલબેન પટેલ સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહેલ તે પ્રસંગની તસ્વીર.

અમદાવાદ તા. ૧૯ : સેન્ટ્રલ ઈન્સ્ટીટ્યુટ ઓફ કેમીકલ્સ એન્જીનીયરીંગ ટેકનોલોજીના ઉપક્રમે કેન્દ્રીય શિપિંગ રાજય મંત્રી (સ્વતંત્ર હવાલો) તથા રસાયણ અને ખાતર રાજયમંત્રી શ્રી મનસુખ માંડવીયાએ અમદાવાદમાં આજે સેન્ટ્રલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ પ્લાસ્ટિક એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી (સીપેટ) માં ૩૧ કરોડના ખર્ચે નવ નિર્મિત છાત્રાલયનું ઉધ્દ્યાટન કર્યું. આ છાત્રાલયમાં ૧૫૦ છોકરીઓ અને ૫૭૫ છોકરાઓ માટે રહેવાની સુવિધા આપવામાં આવશે.

મંત્રીએ કહ્યું કે પ્લાસ્ટિક એ આપણા રોજીંદી જીવનનો અનિવાર્ય ભાગ બની ગયો છે પરંતુ તે વધતા પ્રદૂષણના મુખ્ય કારણોમાંનું એક છે. આમ, પ્લાસ્ટિક એન્જિનિયરિંગ ટેકનોલોજીના ક્ષેત્રે ઙ્ગસંશોધન એ સમયની જરૂરિયાત છે. તેમણે પ્લાસ્ટિક એન્જિનિયરિંગના ક્ષેત્રમાં સીપેટ જેવી સંસ્થાઓની ભૂમિકાની પ્રશંસા કરી હતી. મંત્રીશ્રીએ વલસાડમાં રૂ. ૫૪ કરોડના ખર્ચે સીપેટ તાલીમ સંસ્થા સ્થાપવાની જાહેરાત કરી હતી જેનો લાભ આદિવાસી વિદ્યાર્થીઓને મળશે. તેમણે એમ પણ કહ્યું હતું કે ભાવનગરમાં આ ઓકટોબરથી એક કૌશલ વિકાસ કેન્દ્ર કાર્યરત થશે. તેમણે ઉમેર્યુ હતું કે સીપેટ ખૂબ જ ટૂંક સમયમાં સાણંદમાં પણ ડિપ્લોમા કોર્સ શરૂ કરશે.

પ્રધાનમંત્રીના સ્વતંત્રતા દિવસના ભાષણને ટાંકતા મંત્રીએ કહ્યું કે, ઙ્કપ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ સિંગલ-યુઝ પ્લાસ્ટિકના ઉપયોગ અંગે ચિંતા વ્યકત કરી છે. હું પ્રધાનમંત્રી વતી લોકોને વિનંતી કરું છું કે ૨હ્વક ઓકટોબરના રોજ પ્લાસ્ટિકનો કચરો એકત્ર કરવાના આંદોલનમાં જોડાઓ.

ગુજરાતને કેમિકલ ઉદ્યોગનું કેન્દ્ર ગણાવતા શ્રી મનસુખ માંડિઆએ જણાવ્યું હતું કે વાપી, અંકલેશ્વર અને વટવામાં કેમિકલ ઉદ્યોગની નોંધપાત્ર હાજરી છે. તેમણે કહ્યું કે સરકાર કેમિકલ ઉદ્યોગને ફાયદો પહોંચાડવા માટે સીપેટની જેમ જ સેન્ટ્રલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ કેમિકલ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી (સીસેટ- CICET) સ્થાપવાની યોજના બનાવી રહી છે. ઙ્કગુજરાતને દેશની પહેલી સીસેટ મળશે, જે વટવા કે સુરતમાં સ્થાપિત થશે. સીસેટ સંશોધન અને નવીનતાઓ દ્વારા રાસાયણિક ઉદ્યોગને મદદ કરશે.ઙ્ખ એમ મંત્રીએ ઉમેર્યું હતું.

પ્લાસ્ટિકના કારણે વધતા પ્રદૂષણ પર ચિંતા વ્યકત કરતાં શ્રી માંડવીયાએ જણાવ્યું હતું કે, પ્લાસ્ટિક કચરાના વ્યવસ્થિત રીતે વર્ગીકરણ અને રિસાયકિલંગના ઉકેલો શોધવા માટે સરકાર અમદાવાદમાં પ્લાસ્ટિક કચરા વ્યવસ્થાપન કેન્દ્ર સ્થાપવાની યોજના બનાવી રહી છે.

શ્રીમતી બિજલ પટેલ, મેયર, અમદાવાદ, પ્રો. ડો. એસ.કે. નાયક, ડાયરેકટર જનરલ, સીપેટ અને અન્ય કેન્દ્ર અને રાજય સરકારના મહાનુભાવો આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા.

(1:10 pm IST)