Gujarati News

Gujarati News

News of Tuesday, 19th June 2018

હાલોલ રોડ પર કાર ડિવાઈડર સાથે અથડાઈને ઉંધી પડતા દાહોદના બે મોતને ભેટ્યા

વડોદરા: હાલોલ તરફ જતી ઇન્ડીકા કારે આજે રાત્રે ડીવાઇડર કુદાવી સામેના રોડ પર પલટી ખાતે દાહોદમાં રહેતી બે વ્યક્તિના કરૃણ મોત નિપજ્યા હતા જ્યારે ચાર વ્યક્તિને ઇજા થતા સારવાર માટે વડોદરા ખસેડાયા હતાં.પ્રાપ્ત માહિતિ મુજબ વડોદરાથી હાલોલ તરફ પૂરઝડપે જતી ટાટા ઇન્ડીકા કારના ચાલકે મછલીપુરા અને ભણીયારા પાસે કાબુ ગુમાવતા કાર ડીવાઇડર કુદાવીને હાલોલ-વડોદરા રોડ પર પલટી ખાઇ ગઇ હતી. આ અકસ્માતના પગલે રોડ પર ટ્રાફિક જામ થઇ ગયો હતો જ્યારે એમ્બ્યુલન્સ દ્વારા અકસ્માતમાં ઇજા પામેલા છ વ્યક્તિઓને વડોદરાની સયાજી હોસ્પિટલમાં સારવાર માટે લઇ જવાયા હતાં જ્યાં દાહોદમાં ભાભર ફળીયામાં રહેતા વિનોદ રાણા (ઉ.વ.૪૦) અને વિશાલ મુકુંદ બિહારી (ઉ.વ.૪૫)ના કરૃણ મોત નિપજ્યા હતાં.
ઇજાગ્રસ્ત અન્ય ચાર વ્યક્તિની હાલત હોસ્પિટલમાં ગંભીર હોવાનું જાણવા મળ્યુ છે. અકસ્માતની જાણ થતા જરોદ આઉટપોસ્ટના જમાદાર મંગળસિંહ સ્ટાફના માણસો સાથે ઘટનાસ્થળે દોડી ગયા હતા અને જામ થઇ ગયેલા ટ્રાફિકને રાબેતા મુજબ કર્યો હતો

(7:59 pm IST)