Gujarati News

Gujarati News

News of Tuesday, 19th June 2018

દ્રોણેશ્વરમાં ગુરુકુલમાં ઉજવાયેલ ત્રિવેણી મહોત્સવ શાળા પ્રવેશ, સ્માર્ટક્લાસ તેમજ નુતન છાત્રાલય ઉદઘાટન

         ઉના, તા :19 શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ વિશ્વવિદ્યા પ્રતિષ્ઠાનમ  SGVPની નુતન શાખા શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ દ્રોણેશ્વર ખાતે શાસ્ત્રી શ્રી માધવપ્રિયદાસજી  સ્વામીની પ્રેરણા અને પુરાણી શ્રી બાલકૃષ્ણદાસ સ્વામીની પ્રેરક ઉપસ્થિતિમાં શાળા પ્રવેશ, સ્માર્ટક્લાસ તથા નૂતન છાત્રાલય ઉદઘાટન યોજાયો હતો.

     પ્રથમ શાળામાં પ્રવેશ કરતાં બાળકોને પુરાણી શ્રી બાલકૃષ્ણદાસ સ્વામીએ તથા ભંડારીશ્રી હરિકૃષણદાસજી સ્વામી તથા કોઠારી શ્રી નરનારાયણદાસજી સ્વામીએ ભાલે ચાંદલો તથા ચંદનની અર્ચા કરી શૈક્ષણીક કીટ અર્પણ કરી હતી.

     શાળાના આચાર્ય મહેશભાઇ જોશીએ શાળાનો વાર્ષિક અહેવાલ આપતા જણાવ્યું હતું કૅ હાલ શાળામાં ૧ થી ૧૨ ધોરણના ૧૧૫૦ વિદ્યાર્થીઓ ભણે છે. નવા અદ્યતન છાત્રાલયમાં ૧૫૦ વિદ્યાર્થીઓને પ્રવેશ અપાયો છે.

     પુરાણી શ્રી બાલકૃષ્ણદાસ સ્વામીએ જણાવ્યું હતું કૅ અહી બાળકોને ભૌતિક શિક્ષણની સાથે આધ્યત્મિક શિક્ષણ અપાય છે. અત્યાર સુધીમાં ૩૦૦ બાળક – બાલિકાઓએ પોતાના વાલીને નિર્વ્યસની કર્યા છે.

     સ્કૂલ ફર્નિચરના દાતા રોટરી ક્લબના શ્રી જોઇતરામ પટેલ અને શ્રી લલિતભાઈ શર્મા તથા છાત્રાલય ફર્નિચરના દાતા શ્રી બાલકૃષ્ણદાસ પટેલ અને સ્માર્ટક્લાસના પ્રણેતા શ્રી ગોવિંદભાઇ પટેલનું સન્માન કર્યું હતું.

(4:06 pm IST)