Gujarati News

Gujarati News

News of Tuesday, 19th June 2018

લાખોની છેતરપીંડીમાં એ 'જેન્તીકાકો કોણ? યુપીએસના ગુજરાતમાં ધામા : સસ્પેન્સ

મહેસાણાના નાના ગામના એક કાકાનું ઇમેઇલ આઇડી પાકિસ્તાનથી ઓપરેટ થતું હતુ :યુપીમાં ઓનલાઇન છેતરપીંડી, રેલો કાશ્મીરથી મહેસાણા પહોંચ્યોઃ સાચા ડોકયુમેન્ટથી ખોલેલું બોગસ એકાઉન્ટ પાકિસ્તાનથી મલેક નામનો માણસ ઓપરેટ કરે છે

અમદાવાદ તા ૧૯ : પાકિસ્તાનથી ઓપરેટ થતાં મહેસાણા જિલ્લાના નાનકડા ગામના એક કાકાના નામના ઇમેઇલ આ.ડી. ની તપાસ માટે ઉતર પ્રદેશની એ.ટી.એસ ઠીમે મહેસાણામાં ધામા નાખ્યા છે. ઉલ્લેખનીય છે કે , પોતાના ત્યાં થયેલા લાખો રૂપિયાની છેતરપીંડી કેસની તપાસ કરી રહેલી એ.ટી.એસ. ને જમ્મુ ખાતેની એક કોમ્યુનીકેશન કંપની દ્વારા મહેસાણાના હાડવી ખાતે રહેતા જંયતીભાઇ પટેલનું ઇ-મેલ આ.ડી. મળતા જયંથીભાઇની તપાસ અર્થે આ ટીમે મહેસાણા પોલીસની મદદ લીધી છે.

પોલીસ સુત્રો અને ઉતર પ્રદેશ એ.ટી.એસ. ના અધિકારીઓ પાસેથી મળતી આ કિસ્સાની વિગતો મુજબ ઉતર પ્રદેશના એક શહેરમાં થયેલી ઓન લાઇન છેતરપીંડીના કેસની તપાસ કરી રહેલી લખનોૈની એ.ટી.એસ. ટીમ જમ્મુ ખાતે જે મહાવીર કોમ્યુનિકેશનમાં તપાસ અર્થે પહોંચી હતી ઝયાં તેમને જાણવા મળ્યું હતું કે એક ઇ-મલ આઇ.ડી. છે જેના થકી અને સુચનાને આધારે ઓન લાઇન છેતરપીંડીથી આવેલા નાંણા અન્ય ખાતાઓમાં ટ્રાન્સફર કરાયા છે. આ ઇ-મેલ એકાઉન્ટની તપાસ કરતા એકાઉન્ટ અને તેનો મોબાઇલ નંબર જોઇને એ.ટી.એસ ચોંકી ગઇ હતી, કેમ કે આ લ-મેલ આઇ.ડી. ગુજરાતના મહેસાણા જીલ્લાના હાડવી ગામના જયંતીભાઇ પટેલના નામનું હતું અને  તેમાં મોબાઇલ નંબર પણ તેમનો હતો. નવાઇની વાત એ હતી કે, આ ઇ-મેલ આઇ.ડી. પાકિસ્તાનથી ઓપરેટ કરાતું હતું. ઇ-મેલ આઇ.ડી. ને આધારે રૂપિયા કયાં જાય છે અને આ આઇ.ડી. કેવી રીતે આકિસ્તાનની વ્યકિત ઉપયોગ કરે છે તે બભી બાબતોની તપાસ કરવા માટેઉતર પ્રદેશના લખ નોૈની એ.ટી.એેસ ના સંતોષકુમાર સિંહની ટીમ મહેસાણા ખાતે સોમવારના રોજ આવી પહોંચી હતી. મહેસાણા પોલીસની મદદથી હાડવીના જયંતીભાઇ પટેલ સુધી તેમની ઘકપકડ કરવા આવેલી ઉતર પ્રદેશ એ.ટસ.એસ. ની ટીમની તપાસમાં ચોંકાવનારો ખુલાસો થયો હતો. કે જયંતીભાઇની સાથે પણ અગાઉ ઓનલાઇન એક કરોડ ઉપરાંતની છેતરપીંડી એક વર્ષ અગાઉ થયેેલી છે અને તે સમયે ફોન પર અજાણ્યા માણસો દ્વારા માંગવામાં આવેલી તેમની ડીટેઇલ અનો ડોકયુમેન્ટ આપ્યાબાદ છેતરપીંડીના નાંણા અન્ય ખાતાઓમાં ટ્રાન્સફર કરાઇ રહ્યા છે.

(3:41 pm IST)