Gujarati News

Gujarati News

News of Tuesday, 19th June 2018

જીવદયા-પશુ કલ્યાણ અર્થે કેન્દ્રીય મંત્રીને રજુઆત

જીવજંતુઓ, પક્ષીઓ, પ્રાણીઓ અંગે લોકજાગૃતિ કેળવાય તેમજ કલ્યાણ થાય તેવા ઉમદા આશયથી વિવિધ પ્રવૃત્તિ કરતા એનીમલ વેલ્ફેર બોર્ડ દ્વારા તાજેતરમાં જીવદયાપ્રેમી કેન્દ્રીય મંત્રી મનસુખભાઇ માંડવીયાને રૂબરૂ મળી ગૌચરની જમીનના દબાણો, પશુ પક્ષીઓ પર આચરાતી ક્રુરતા, રખડતા ગૌવંશને આશરો સહીતના મુદ્દે રજુઆત કરાઇ હતી. આ તકે મનસુખભાઇ માંડવીયાએ પણ જીવદયા ક્ષેત્ર અંગેની કટીબધ્ધતા વ્યકત કરી હતી. મુલાકાત સમયની તસ્વીરમાં એનીમલ વેલ્ફેર બોર્ડના અધ્યક્ષ એસ. પી. ગુપ્તા, બોર્ડના સદસ્યો ગીરીશભાઇ શાહ, સુનીલ માનસીંઘકા, મિતલ ખેતાણી વગેરે નજરે પડે છે. (૧૬.૧)

(12:28 pm IST)