Gujarati News

Gujarati News

News of Monday, 19th April 2021

વડોદરાના જલારામનગરમાં યુવકે મિત્રની પત્નીને મેસેજ કરતા થયેલ તકરારમાં યુવકનું મોત નિપજતા ત્રણ શખ્સોની ધરપકડ

વડોદરાશહેર ના જલારામનગરમાં રહેતા યુવકે મિત્રની પત્નીને કરેલા મેસેજ બાદ તેને સમજાવવા જતાં મેસેજ કરનાર સહિત ત્રણ યુવકોએ પતિ સાથે તકરાર કરી હતી. જેમાં છોડાવવા પડેલા યુવક પર હુમલાખોર ત્રિપુટી પૈકી એકે ચપ્પુના ઘા ઝીંકતા ઇજાગ્રસ્ત યુવકનું સ્થળ પર મોત નીપજ્યું હતું. ગુનામાં સંડોવાયેલા હત્યારાઓને પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ખોડિયારનગર વુડાના મકાનમાં રહેતો 28 વર્ષનો કમલેશ માળી મજૂરી કામ કરતો હતો. કમલેશના મિત્ર ભપેન્દ્ર પટેલની પત્ની રૂપાબેનના વોટ્સએપ પર જલારામનગરમાં રહેતા કૌશિક દરબારેહાય હાયમેસેજ કર્યો હતો. જેના કારણે શનિવારે ભુપેન્દ્ર પટેલ કમલેશને લઈને કારેલીબાગ જલારામનગરમાં કૌશિક દરબારને સમજાવવા ગયો હતો.

તે સમયે ભુપેન્દ્ર પટેલ અને કૌશિક દરબાર, કલ્પેશ દરબાર અને નટવરસિંહ દરબાર વચ્ચે તકરાર થતા મામલો બીચકતાં કમલેશ માળી છોડાવવા વચ્ચે પડતા કલ્પેશ દરબારે કમલેશના શરીર પર ચપ્પુના પાંચ ઘા માર્યા હતા ગંભીર ઇજા થતા તેનું સ્થળ પર મોત નીપજ્યું હતું.

(5:20 pm IST)