Gujarati News

Gujarati News

News of Monday, 19th April 2021

આઇ.એ.એસ. અધિકારી રમેશ મેરજાને કોરોના

રાજકોટ તા. ૧૯: ખેડા જિલ્લામાં નિવાસી અધિક કલેકટર તરીકે ફરજ બજાવતા આઇ.એ.એસ. કેડરના અધિકારી શ્રી રમેશ મેરજાને તાવ, શરદી જેવા લક્ષણો જણાતા આજે તેમનો કોરોના રીપોર્ટ પોઝીટીવ આવેલ છે. તાત્કાલિક સારવાર શરૂ કરવામાં આવી છે.

તબીબી સલાહ મુજબ તેઓ નડીયાદ ખાતે હોમકોરન્ટાઇન થયા છે. હાલ તબિયત સારી છે. ચિંતાનું કોઇ કારણ નથી ડોકટરોએ સંપૂર્ણ આરામની સલાહ આપી છે.

(12:05 pm IST)
  • કોરોના વાયરસની પરિસ્થિતિના કારણે બ્રિટનના પ્રધાનમંત્રી બોરિસ જોન્સનનો ભારત પ્રવાસ ફરી એક વખત રદ્દ access_time 4:49 pm IST

  • સ્ટેશનરી પેપર બુક્સ મર્ચન્ટ ઍસો. દ્વારા કાલથી શનિવાર સુધી અડધા દિવસનું સ્વૈચ્છિક લોકડાઉન : તમામ સ્ટેશનરી, વેપારી અને કાલે તા. ૨૦ થી ૨૪ ઍપ્રિલ મંગળવાર સુધી સવારે ૯ થી બપોરે ૩ વાગ્યા સુધી સ્વૈચ્છિક રીતે ચુસ્ત લોકડાઉન પાળવા ઍસોસીઍશનની અપીલ access_time 6:18 pm IST

  • દેશમાં રોકેટ ગતિથી ફેલાયેલ કોરોના મહામારીની સમીક્ષા કરવા માટે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીઍ અત્યારે સવારે ૧૧:૩૦ કલાકે કેન્દ્ર સરકારના અધિકારીઓની ઉચ્ચ સ્તરીય તાકીદની બેઠક બોલાવી છે access_time 11:20 am IST