Gujarati News

Gujarati News

News of Monday, 19th April 2021

સુરત કોવિડ હૉસ્પિટલના ગેટ પર ગળે આઇ-કાર્ડ સાથે 'પહેરેદારી' કરતા શ્વાનની તસ્વીર વાયરલ

કોઈએ ટીખ્ખળ માટે તેના ગળામાં આઇ-કાર્ડ પહેરાવ્યુ !! કે શું ?

સુરત : કોરોનાના કારણે કેટલાય દર્દીઓની જિંદગી હોમાઈ રહી છે અને સ્મશાનમાં લાકડાં ખૂટી પડ્યા તેવા કિસ્સાઓ પણ સામે આવ્યા છે. જોકે, આ તમામ નકારત્મક બાબતોની વચ્ચે ક્યારેક ક્યારેક જીવનની કેટલીક નાની નાની વાતો પણ ખુશીઓ આપી શકે છે અથવા તો પળભર માટે દુ:ખની ઘડીમાંથી રાહત અપાવી શકે છે. આવી જ એક ઘટના ત્યાંથી સામે આવી રહી છે જ્યાં રોજ કેટલાક દર્દીઓ જિંદગીનો જંગ હારી જાય છે.

આ શ્વાન સુરતની કોવિડ હૉસ્પિટલનો 'પહેરેદાર' હોવાનું જણાઈ રહ્યું છે. શ્વાન કોવિડ હૉસ્પિટલના ગેટ પર પહેરેદાવી કરતો વાયરલ તસવીરોમાં જોવા મળ્યો છે. જોકે, આઇ-કાર્ડ પર પ્રવેશ માટેના તમામ જરૂરી સિક્કાઓ પણ જોવા મળે છે. આ શ્વાને સોશિયલ મી઼ડિયામાં કુતૂહલ જગાવ્યું હશે જેના કારણે તેની તસવીરો વાયરલ થઈ રહી છે.

મળતી વિગતો મુજબ આ શ્વાન કોવિડ હૉસ્પિટલના ગેટની આસપાસ જ રહે છે. આ શ્વાન પાલતું હોવાની માહિતીસામે આવી છે. જોકે, સારવાર માટે આવેલા કોઈ દર્દીનાં સ્વજનો દ્વારા ક્લિક કરાયેલી આ શ્વાનની તસવીરો હાલમાં વાયરલ થઈ રહી છે. જોકે, કોઈ ટીખ્ખળ માટે તેના ગળામાં આઇ-કાર્ડ પહેરાવ્યું હોવાની શક્યતા છે.

સુરતમાં જ્યારે હજારો લોકો આ હૉસ્પિટલના પ્રાંગણેથી હિમ્મત હારીને ગયા હશે જ્યારે કેટલાય લોકોને અહીંયા નવી જિંદગી મળી હશે ત્યારે આ શ્વાનની તસવીરો આશા અને નિરાશાની વચ્ચેના સાંપ્રત સમયનું પ્રતિબિંબ છે. કોઈ દર્દીના સ્વજનો દ્વારા ખેચવામાં આવેલી તસવીરો પળભર માટે રાહતનો અનુભવ કરાવતી છે.

(12:04 am IST)
  • કોરોના વાયરસની પરિસ્થિતિના કારણે બ્રિટનના પ્રધાનમંત્રી બોરિસ જોન્સનનો ભારત પ્રવાસ ફરી એક વખત રદ્દ access_time 4:49 pm IST

  • "સિસ્ટમનું પતન થશે" : યુ.પી. માં અલ્હાબાદ હાઇકોર્ટ આકરાપાણીએ : ઉત્તરપ્રદેશના પાંચ શહેરોમાં 26 એપ્રિલ સુધી લોકડાઉન નો આદેશ કર્યો : સરકારની ઝાટકણી કાઢતા કોર્ટે કહ્યું, "લખનૌમાં મુખ્ય પ્રધાન પણ આઇસોલેશનમાં છે. જો લોકપ્રિય સરકારની રોગચાળા દરમિયાન જાહેર હિલચાલની તપાસ ન કરવાની પોતાની રાજકીય મજબૂરી હોય, તો આપણે ફક્ત નિષ્ક્રિય દર્શકો તરીકે જોઈ શકીએ નહીં! access_time 6:10 pm IST

  • યુપીના ૫ શહેરોમાં સંપૂર્ણ લોકડાઉનના આદેશ : ગોરખપુર અને પ્રયાગરાજમાં લોકડાઉન : આજે રાતથી ૨૬ ઍપ્રિલ સુધી લોકડાઉન access_time 6:16 pm IST