Gujarati News

Gujarati News

News of Tuesday, 19th March 2019

આહવામાં જિલ્લા જળસ્ત્રાવ વિકાસ એકમની ઓફિસમાં આગ ભભૂકી :ટેબલ, ખુરશી કોમ્પ્યુટર અને દસ્તાવેજો બળીને ખાખ

ડાંગ આહવાની જિલ્લા જળસ્ત્રાવ વિકાસ એકમ ઓફિસમાં કોઈ અગમ્ય કારણોસર આગ લાગતા લાખો રૂપિયાની સાધન સામગ્રી સહિત દસ્તાવેજો બળીને ખાખ થઈ જતા અફરા તફરી મચી જવા પામી હતી.

   ડાંગ જિલ્લાનાં મુખ્યમથક આહવામાં આવેલ જિલ્લા જળસ્ત્રાવ વિકાસ એકમ આહવા ડાંગની ઓફિસમાં શોર્ટસર્કીટનાં કારણે આગ લાગી જતા ઓફિસમાં રહેલ ટેબલ,ખુરસી,કમ્પ્યુટર, અને લાખો રૂપિયાનાં દસ્તાવેજો બળીને ખાખ થઈ ભડતું બની જતા મોટુ નુકસાન થયાની વિગતો બહાર આવવા પામી છે.વધુમાં આ ઓફીસની પણ અન્ય ઓફીસોની સાથે એક જ બિલ્ડીંગમાં કાર્યરત હોય જેથી આગને કાબુમાં લેવાતા સૌ કોઈએ રાહત અનુભવી હતી

  .સૂત્રોનાં જણાવ્યા અનુસાર જિલ્લા સ્ત્રાવ વિકાસ કચેરીમાં 39 જેટલા કર્મીઓ ફરજ બજાવે છે. તથા આ ઓફિસમાં ટેન્ડરીંગ, વર્ક ફેજ,લાઈવલી હુડ, ડ્રિપ, જિલ્લાનાં ગલી પ્લગ, જમીન લેવલીંગ, ચેકવોલ,સહિતની વિકાસકીય વહીવટી કામગીરી કરવામાં આવે છે,

(7:39 pm IST)
  • રાષ્ટ્રપતિએ આપી લોકપાલ ટીમને મંજૂરી : ગુજરાતના બે સભ્યોની પસંદગી : લોકપાલ તરીકે જસ્ટિસ પિનાકી ચાંદ્રા ઘોષ અને જ્યુડીશ્યલ મેંમેંબરમાં જસ્ટિસ દિલીપ ભોંસલે,જસ્ટિઝ પ્રદીપકુમાર મોહન્ટી, જસ્ટિસ અજયકુમાર ત્રિપાઠી :નોન જ્યુડીશ્યલ મેમ્બરમાં દિનેશકુમાર જૈન (ચીફ સેક્રેટરી મહારાષ્ટ્ર ), અર્ચના રામસુન્દરમ (પૂર્વ આઇપીએસ અધિકારી )અને ડો, ઇંદ્રજીતપ્રસાદ ગૌતમ (પૂર્વ આઇપીએસ ઓફિસર ) રહેશે access_time 11:10 pm IST

  • ઇસરત જહા એન્કાઉન્ટર કેસઃ વણઝારા-તરૂણ બારોટ હાજર રહયાઃ પ્રોસિડીંગ્સ ડ્રોપ કરવા માગણી કરી : પ્રોસીકયુસનને ચલાવવા સરકારે મંજુરી નથી આપીઃ ૨૬ માર્ચે વધુ સુનાવણી access_time 4:08 pm IST

  • ‘મૈં ભી ચોકીદાર’માં નવી રણનીતિ :ભાજપ દેશભરના 500 સ્થળે વીડિયો કોન્ફરન્સથી કરશે ચોકીદાર અભિયાનનો પ્રારંભ:વડાપ્રધાને મોદીએ કહ્યું હતું કે હું વડાપ્રધાન નથી પરંતુ દેશનો ચોકીદાર છું:હવે ચોકીદાર રાજનિતી એક બ્રાન્ડ બની :લોકસભા ચૂંટણીમાં ગાજશે મુદ્દો access_time 1:17 am IST