Gujarati News

Gujarati News

News of Tuesday, 19th February 2019

પાટણના સીટી સર્વે કચેરીના મેઇન્‍ટેનન્‍સ સર્વેયર શૈલેષકુમાર બારોટ સામે લાંચનો ગુનો સાબીત : ત્રણ વર્ષની કેદ અને રૂ. પ હજારનો દંડ ફટકારાયો : કાનુની જંગમાં વધુ એક ફતેહ

        રાજકોટ. : પાટણની સ્‍પેશ્‍યલ એસીબી કેસમાં એડીશ્નલ સેશન્‍સ શ્રી  કુ.કે.આર. પ્રજાપતિએ  પાટણની સીટી સર્વૈ કચેરીના મેઇન્‍ટેનન્‍સ એન્‍જી. શૈલેષકુમાર મગનલાલ બારોટ સામે એસીબી પો.સ્‍ટેશન ગુ.ર.નં.૭/ર૦૧૦ નો કેસ માન્‍ય રાખી  આરોપીને  દોષિત ઠેરવી લાંચ રુશ્વત વિરોધી ધારા ૧૯૮૮ ની કલમ - ૭ મુજબ ના ગુન્‍હા માટે ૩ વર્ષની સખત કેદની સજા અને પ હજારનો દંડ ફટકાર્યો છે. ચુકાદામાં આરોપી દંડની રકમ ન ભરે તો વધુ છ માસની કેદની સજાનો હુકમ કરવા સાથે આરોપીએ એક સાથે સજા ભોગવવાની રહેશે તેઓ હુકમ કરતા લાંચિયા અધિકારીઆ અને સ્‍ટાફમાં ફફડાટ મચી ગયો છે.

        અત્રે યાદ રહે કે  પાટણના દિનેશસિંહ જીલુભા જાડેજાની ફરીયાદના આધારે આરોપી સામે રૂ.૧ હજારની લાંચનો ગુનો તા. ૭/૧૦/ર૦૧૦ ના રોજ નોંધવામા આવેલ હતો. જે કામે સરકારી વકીલની ધારદાર રજુઆતો અને પુરાવાના આધારે  આરોપીને દોષિત ઠેરવવાામા આવેલ. બોર્ડર રેન્‍જ (ભુજ) ના જિલ્લાઓમાં એસીબીના મદદનીશ નિયામક તરીકે ચાર્જ સંભાળ્‍યા બાદ  લોકોને પીડતા અધિકારીઓ અને સ્‍ટાફ સામે કડક કાર્યવાહી સાથે એસીબીના જે કેસો પેન્‍ડીંગ છે તેનો તાત્‍કાલીક નિકાલ થાય અને દાખલા રૂપ સજા થાય તે માટે કૃષ્‍ણકુમાર સિંહ ગોહિલએ અભિયાન શરૂ કર્યુ છે.

 

(8:59 pm IST)