Gujarati News

Gujarati News

News of Tuesday, 19th February 2019

ગાંધીનગર નજીક પેથાપુરમાં નજીવી બાબતે નાના ભાઈએ પત્ની સાથે મળી મોટા ભાઈ સમાન વૃદ્ધને કુહાડીના ઘા ઝીક્યાં

ગાંધીનગર: શહેર નજીક આવેલા પેથાપુર ગામની હુડકો વસાહતમાં ઓરડીના કબજા બાબતે સગા નાના ભાઈ અને તેની પત્નિ તેમજ તેના બે પુત્રો દ્વારા કુહાડીના ઘા ઝીંકી મોટા ભાઈ એવા વૃધ્ધની હત્યા કરવામાં આવી હોવા અંગે પેથાપુર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.

જેના પગલે પોલીસે ચાર શખ્સો સામે હત્યાનો ગુનો નોંધી વૃધ્ધના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી વધુ તપાસ શરૂ કરી છે. જો કે પોલીસે બે આરોપીઓને  ઝડપી લીધા હોવાનું પણ જાણવા મળ રહયું છે. 

(5:33 pm IST)