Gujarati News

Gujarati News

News of Tuesday, 19th February 2019

બાલાસિનોર પોલીસે બાતમીના આધારે કન્ટેનરમાં છુપાવીને લઇ જવાતો 21 લાખનો દારૂનો જથ્થો ઝડપી એકની અટકાયત કરી

અમદાવાદ: શહેરથી બાલાસિનોર જઈ રહેલા એક કન્ટેનરને બાલાસિનોર પોલીસે નાકાબંધી ગોઠવીને ઝડપી લીધું હતું. ત્યારબાદ આ કન્ટેનરમાં છૂપાવેલ રૂા. ૨૧ લાખ ૬૦ હજારની કિંમતના દારૂના જથ્થા સાથેની ૩૬૦ પેટીઓ (૪૩૨૦ બોટલ) કબજે કરી હતી. આ ઉપરાંત બે મોબાઈલ ફોન તથા કન્ટેનર મળીને એકંદરે રૂા. ૪૬ લાખ ૬૫ હજારનો મુદ્દામાલ કબજે કર્યો હતો.

દારૂના જથ્થાની હેરાફેરીના ગુનામાં પોલીસ રાજસ્થાનના અલ્વર જિલ્લાના થાણાગાજી તાલુકાના નારણપુર ગામના કન્ટેરનરના ચાલક માસારામ રામેશ્વર યાદવની ધરપકડ કરી હતી.

(5:32 pm IST)